નવી દિલ્હીઃ Team india With Black Band: બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યજમાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની વનડે સિરીઝની અંતિમ મેચ રમાઇ રહી છે. આ મુકાબલામાં ભારતીય ટીમના ખેલાડી આજે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સહિત તમામ ખેલાડીઓએ પોતાના હાથમાં કાળી પટ્ટી એક પૂર્વ ભારતીય દિગ્ગજના સન્માનમાં બાંધી છે.
મહત્વનું છે કે, શુક્રવાર 17 જાન્યુઆરીએ ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર બાપૂ નાડકર્ણીનું (Bapu Nadkarni) નિધન થયું હતું. આશરે 13 વર્ષ સુધી ભારતીય ટીમ માટે ટેસ્ટ ક્રિકેટ રમનાર બાપૂ નાડકર્ણીએ 86 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના સન્માનમાં ભારતીય ખેલાડી આજે કાળી પટ્ટી બાંધીને ઉતર્યા છે. આ મેચની પહેલા બીસીસીઆઈએ આ વાતની જાહેરાત કરી દીધી હતી કે ખેલાડી આ મેચમાં બ્લેક બેન્ડની સાથે ઉતરશે.
આવું હતું નાડકર્ણીનું કરિયર
સતત 21 ઓવર મેડન ફેંકવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવનાર બાપૂ નાડકર્ણીએ 1955માં પોતાનું ટેસ્ટ પર્દાપણ કર્યું હતું. ત્યારબાદ 1968 સુધી તેમણે ટીમ ઈન્ડિયા માટે કુલ 41 ટેસ્ટ મેચ રમી હતી. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 88 વિકેટ પોતાના નામે કરી હતી. ચોંકાવનારી વાત છે કે તેમના કરિયરનો ઇકોનોમી રેટ 1.7 રન પ્રતિ ઓવર છે. બેટ્સમેન તરીકે બાપૂ નાડકર્ણીએ 1414 રન બનાવ્યા હતા, જેમાં 1 સદી અને 7 અડધી સદી સામેલ છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે