નવી દિલ્હીઃ Bhagwani Devi Dagar: પોલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ઇન્ડોર ચેમ્પિયનશિપમાં (World Masters Athletics Championship) ભગવાની દેવી ડાંગરે ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. હરિયાણાની રહેવાસી ભગવાની દેવી ડાગરની ઉંમર 95 વર્ષની છે. 100 મીટરની રેસમાં ભગવાનની દેવી એટલી ઝડપથી દોડ્યા કે તેમની ઉંમરનું કોઈ પણ વ્યક્તિ દોડી ન શકે. આ સાથે તેમણે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે.
ભગવાની દેવી હરિયાણાના છે રહેવાસી
હરિયાણાના ખેકડા ગામના રહેવાસીએ ભગવાનની દેવીના લગ્ન માત્ર 12 વર્ષની ઉંમરે થયા હતા અને 30 વર્ષની ઉંમરે વિધવા બની હતી. પતિના અવસાન પછી ભગવાની દેવીએ નક્કી કર્યું કે તે ફરી ક્યારેય લગ્ન નહીં કરે. તેમણે તમામ તાકાત તેમની પુત્રી અને ગર્ભમાં ઉછરી રહેલા બાળકના ઉછેર માટે સમર્પિત કરવાનું નક્કી કર્યું. ચાર વર્ષ પછી તેમની પુત્રીનું પણ અવસાન થયું અને એકમાત્ર પુત્ર તેનો સહારો બન્યો. પરંતુ ભગવાની દેવીએ હાર ન માની અને પોતાની સાથે પોતાના બાળકને સંભાળવા માટે સખત મહેનત કરવા લાગી. તેની બહેનના પણ આ જ ઘરમાં લગ્ન થયા હતા અને તેની બહેનના સમર્થનથી ભગવાની દેવીએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્કની નોકરી મેળવી હતી. જેનાથી તેમનું જીવન પાછું પાટા પર આવ્યું હતું.
India's 95-year-old Bhagwani Devi Dagar won 3 gold medals in the 9th World Master Athletics Indoor Championship 2023 at Toruń, Poland. She clinched the medals in 60-meter running, shotput and discus throw. pic.twitter.com/CaR6pj1PRW
— ANI (@ANI) March 29, 2023
ભગવાનની દેવી ત્રણ બાળકોની દાદી છે
પુત્રના લગ્ન થયા અને ભગવાનની દેવી ત્રણ બાળકોની દાદી બની. આમાં સૌથી મોટો વિકાસ ડાંગર છે, જેને સ્પોર્ટ્સનો ખૂબ જ શોખ છે. વિકાસ ડાંગરે ભારત માટે ઘણી સ્પર્ધાઓ રમી ચૂક્યો છે. મર્ક્યુરી એથ્લેટિક્સમાં ઘણી સ્પર્ધાઓ જીતી ચૂકેલા વિકાસને ખેલ રત્ન એવોર્ડ પણ મળ્યો છે. તે એશિયન ગેમ્સનો ચેમ્પિયન પણ રહી ચૂક્યો છે. વિકાસના કારણે ભગવાની દેવીએ રમતગમતમાં રસ દાખવવાનું શરૂ કર્યું અને 95 વર્ષની ઉંમરે દેશ માટે ગોલ્ડ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે.
આ પણ વાંચોઃ એક કોમનમેન કઈ રીતે કરી શકે PM નરેન્દ્ર મોદી સાથે સીધી વાત : જાણી લો ફોન નંબર, ઈમેઈલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે