પોતાના સમયના જાણીતા ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહને નિવૃત્તિ લીધે 6 વર્ષ વીતી ચૂક્યા છે. પરંતુ આજે પણ તેમનો ક્રિકેટ પ્રત્યે ભરપૂર લગાવ જોવા મળે છે. યુવરાજ વિસ્ફોટક બેટર્સની ફૌજ તૈયાર કરવામાં લાગ્યા છે જેમાં ચર્ચિત શુભમન ગિલ અને અભિષેક શર્મા સામેલ છે. પરંત હવે તેમણે વધુ એક પંજાબનો ખેલાડી તૈયાર કર્યો છે. ગિલ અને અભિષેકના કરિયરમાં યુવરાજે મહત્વની ભૂમિકા ભજવી છે. હવે યુવા ઓલરાઉન્ડર રમનદીપ સિંહે પણ પોતાની કરિયરમાં યુવરાજ સિંહના યોગદાનનો ખુલાસો કર્યો છે.
રમણદીપ માટે છોડી પ્રેક્ટિસ
રામ શામાનીના પોડકાસ્ટ પર રમનદીપે કહ્યું કે હું યુવી પાજી સાથે વાત કરતો રહું છું. તેઓ પંજાબથી છે અને હું ભાગ્યશાળી છું કે તેમણે મને બેટિંગ કરતા જોયો છે. જ્યારે કોવિડ પ્રતિબંધ હટાવવામાં આવ્યા હતા ત્યારે અમે પીસીએ સ્ટેડિયમમાં અભ્યાસ કરતા હતા. યુવી પાજી પણ ત્યાં આવતા હતા. એક દિવસે તેમણે મારા માટે પ્રેક્ટિસ છોડી અને સેન્ટર વિકેટની વ્યવસ્થા કરી. તેઓ ભર બપોરે તડકામાં અમ્પાયરની સ્થિતિમાં ઊભા રહ્યા અને મારી બેટિંગ માટે વીડિયો રેકોર્ડ કર્યા. તેમણે મારો નંબર લીધો અને મારી સાથે તે વીડિયો શેર શેર કર્યા અને મને સલાહ આપતા રહ્યા હતા. મારે શું સુધારવાની જરૂર છે, હું શું સારું કરી રહ્યો છું અને શું નહીં.
તેમનું દિલ ખુબ મોટું છે
તેમણે વધુમાં કહ્યું કે તે વ્યક્તિનું દિલ ખુબ મોટું છે. તેઓ એક ક્રિકેટર તરીકે જેટલા મોટા હતા તેનાથી ઘણું વધુ તેમનું દિલ મોટું છે. તેઓ દરેક કામમાં આગળ રહે છે, આ તેમનો સ્વભાવ છે. તેમણે શુભમન, અભિષેક, અનમોલપ્રીત સિંહ, પ્રભસિમરનની મદદ કરી છે. જ્યારે બેટિંગની વાત આવે છે ત્યારે તેઓ બધા પોતાની સમસ્યાઓ લઈને યુવરાજ સિંહ પાસે જાય છે. કોઈના ફોનનો જવાબ ન આપ્યો હોય તેવું ક્યારેય બન્યું નથી. તેમના જેવા વ્યક્તિ કે જેઓ આખું વર્ષ વ્યસ્ત રહે છે પરંતુ આમ છતાં સમય કાઢવામાં સફળ રહ્યા.
6 છગ્ગા મારવા ઈચ્છે છે રમનદીપ
યુવરાજ સિંહના નામે એક ઓવરમાં 6 છગ્ગા મારવાનો રેકોર્ડ નોંધાયેલો છે. રમનદીપ આ રેકોર્ડની બરાબરી કરવા માંગે છે. તેમણે કહ્યું કે હું વાસ્તવમાં એક ઓવરમાં 6 છગ્ગા મારવા ઈચ્છું છું. યુવરાજ સિંહનો રેકોર્ડ તોડવો છે કે એવું કઈ નથી પરંતુ તેમણે જે કર્યું છે તે ઉલ્લેખનીય છે. મને નથી ખબર કે છઠ્ઠા બોલે શું થાય છે. હું કઈક કમી મહેસૂસ કરી રહ્યો છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે