Ahmedabad News : અમદાવાદ શહેર પોલીસ માટે દુખદ ઘટના બની છે. અમદાવાદ પોલીસ કર્મચારીઓની ગાડીને હરિયાણામાં મોટો અકસ્માત નડ્યો હતો. જેમાં બે પોલીસ કર્મચારી અને ખાનગી ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. તો પીએસઆઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના પીએએસઆઇ અને પોલીસ કર્મચારીઓનો હરિયાણામાં અકસ્માત સર્જાયો હતો. ભારત માલા રોડ પર પોલીસની ગાડીને મોટો અકસ્માત નડ્યો હતો. વડિંગખેડા પેટ્રોલ પંપની નજીક સકતાખેડા ગામ પાસે અકસ્માતની ઘટના બની હતી. જેમા હાઇવે પર ઊભેલા વાહન સાથે ગુજરાત પોલીસની ગાડી અથડાઈ.
કોનું કોનું મોત થયું
જેમાં બે પોલીસ કર્મચારીઓ અને ખાનગી ડ્રાઈવરનાના મોત નિપજ્યા છે. તો પીએસઆઇ સોલકી ગંભીર રીતે ઘાયલ થયા છે. અમદાવાદ પોલીસની ટીમ પોક્સો કેસની તપાસ માટે પંજાબના લુધિયાણામાં ગયા હતા. પોકસો કેસના પંચનામા માટે રામોલ પોલીસ ઘટનાસ્થળ પર ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ અમદાવાદશહેરના આઈ ડિવિઝન એસીપી કૃણાલ દેસાઈ અક્સ્માત સ્થળ જવા માટે રવાના થયા છે.
29 માર્ચથી 5 એપ્રિલ સુધી ગુજરાતનું વાતાવરણ પલટાશે, એકાએક પલટાઈ ગઈ આગાહી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે