Home> Sports
Advertisement
Prev
Next

કાળા ચશ્મા, ટોપી અને માસ્ક લગાવીને મેચ જોવા દુબઈ પહોંચ્યો શાહરૂખ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ


કોલકત્તા ટીમના કાર્યકારી અધિકારી બૈંકી મૈસૂરે તે વાતની પુષ્ટિ કરી હતી કે શાહરૂખ ખાન મેચ જોવા માટે હાજર રહેશે. 
 

કાળા ચશ્મા, ટોપી અને માસ્ક લગાવીને મેચ જોવા દુબઈ પહોંચ્યો શાહરૂખ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સનો સામનો રાજસ્થાન રોયલ્સ વચ્ચે થયો. આ મેચને જોવા માટે કોલકત્તાની ટીમના માલિક શાહરૂખ ખાન પોતાના પુત્રની સાથે પહોંચ્યા હતા. શાહરૂખ અને આર્યનની મેચ જોતો વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહી છે. મેચ દરમિયાન બંન્ને અલગ ગેટઅપમાં પહોંચ્યા જેના કારણે સોશિયલ મીડિયા પર લોકોએ તેને વાયરલ કરી લીધા. 

fallbacks

કોલકત્તા ટીમના કાર્યકારી અધિકારી બૈંકી મૈસૂરે તે વાતની પુષ્ટિ કરી હતી કે શાહરૂખ ખાન મેચ જોવા માટે હાજર રહેશે. 

ટીમના ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે સામાન્ય રીતે શાહરૂખ ભારતમાં મેચ જોવા માટે હાજર રહેતો હોય છે. યૂએઈમાં કોરોનાને કારણે લાગેલા પ્રતિબંધોને કારણે ક્વોરેન્ટાઈનમાં રહ્યા બાદ શાહરૂખ મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યો હતો. 

મૈસૂરે કહ્યુ હતુ કે, મને લાગે છે કે હું તે વાતને ખાતરી પૂર્વક કહી શકુ કે તમે કિંગ ખાનને દુબઈ સ્ટેડિયમમાં જરૂર જોશો. તેનાથી ખેલાડીઓનું મનોબળ વધશે. તેમને અહીં જોઈને ખરેખર સારૂ લાગશે. તેઓ અહીં આવીને ટીમનો જુસ્સો વધારવા ઈચ્છે છે. 

શાહરૂખ ખાન અને તેમના પુત્ર આર્યનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. લોકોએ બંન્નેની તસવીરોને ખુબ શેર કરી. લોકોએ તેમના નવા ગેટઅપની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરી છે. 

શાહરૂખ ખાન ડોનના અંદાજમાં કાળા ચશ્મા પહેરીને માથા પર પર્પલ કેપ અને ચહેરા પર માસ્ક લગાવીને મેચ જોવા પહોંચ્યો હતો. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More