નવી દિલ્હીઃ મહિલા ક્રિકેટની 'મિની આઈપીએલ' કહેવાતી ચેલેન્જર સિરીઝ સંયુક્ત અરબ અમીરાતમાં ચારથી નવ નવેમ્બર વચ્ચે રમાશે. ઈન્ડિયન પ્રીમિયર લીગના એક ઉચ્ચ અધિકારીએ બુધવારે તેની પુષ્ટિ કરી. કોરોના વાયરસ મહામારીને કારણે ભારતમાં મહિલા ક્રિકેટ પર બ્રેક લાગેલી છે, જેની ખુબ આલોચના થઈ રહી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી વારંવાર કહે છે કે ત્રણ ટીમોની એક ટૂર્નામેન્ટ હશે જેની પુષ્ટિ યૂએઈમાં એક સીનિયર અધિકારીએ કરી છે.
આઈપીએલના એક સીનિયર અધિકારીએ કહ્યું, 'ટૂર્નામેન્ટની તારીખ નક્કી થઈ ગઈ છે. તે ચાર નવેમ્બરથી નવ નવેમ્બર વચ્ચે રમાશે. ત્રણેય ટીમો ટ્લેબ્લેઝર્સ, વેલોસિટી અને સુપરનોવાઝ વચ્ચે મુકાબલા હશે. કુલ ચાર મુકાબલા રમાશે.' તેમણે કહ્યું, 'ફાઇનલ નવ નવેમ્બરે રમાશે કારણ કે અમે પુરૂષોના ફાઇનલના દિવસે તેનું આયોજન કરવા ઈચ્છતા નથી.'
બીસીસીઆઈએ પાછલા સપ્તાહે પૂર્વ સ્પિનર નીતૂ ડેવિડની અધ્યક્ષતામાં મહિલા ક્રિકેટ માટે નવી પસંદગી સમિતિની જાહેરાત કરી હતી જે હવે આ ત્રણેય ટીમોની પસંદગી કરશે. માનવામાં આવી રહ્યું છે કે ટીમો ઓક્ટોબરના બીજા સપ્તાહમાં યૂએઈ જઈને છ દિવસનો ફરજીયાત ક્વોરેન્ટાઇન પીરિયડ પૂરો કરશે.
સૂત્રોએ કહ્યું કે, મહિલા ક્રિકેટરો લાંબા સમયથી રમી નથી તો તેને પ્રેક્ટિસની પૂરી તક આપવામાં આવશે. મહિલા બિગ બેશ લીગ તે સમયે હોવાને કારણે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના શીર્ષ ક્રિકેટર ઉપલબ્ધ રહેશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે