MI vs GT Preview: આખરે આઈપીએલ 2022 રોમાંચક તબક્કામાં પ્રવેશી ચૂકી છે અને હવે ક્વોલિફાય માટે બરાબરનો જંગ જામશે. આજે પોઈન્ટ ટેબલમાં પહેલા નંબરની ગુજરાત ટાઈટન્સ અને છેલ્લા નંબરે રહેલી મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આમ તો મુંબઈ ઈન્ડિયન્સ માટે હવે કંઈ ખોવાનું બચ્યું નથી. પરંતુ ગુજરાત ટાઈટન્સ આજની મેચ જીતી જશે તો પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની જશે. તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઈટન્સને ગત મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મુંબઈની ટીમ પોતાનું સમ્માન બચાવવા માટે જીતવાની કોશિશ કરશે.
ગુજરાત ટાઈટન્સનો ટોપ ઓર્ડર વારંવાર ફેલ
ગુજરાતની ટીમમાં યુવા બેટ્સમેન શુભમન ગીલ ઓપનર તરીકે હવે વારંવાર ફેઈલ થઈ રહ્યો છે, જ્યારે ઓસ્ટ્રેલિયન બેટર મૈથ્યૂ વેડની જગ્યાએ ટીમમાં સમાવવામાં આવેલા ઋદ્ધિમાન સાહાએ સારી શરૂઆત કરી હતી, પરંતુ તેણે જાળવી શક્યો નથી. ગુજરાત ટાઈટન્સની બોલિંગ તો એકદમ ધારદાર છે, પરંતુ ચિંતા છે બેટિંગક્રમ. અત્યાર સુધી દરેક મેચમાં ફેલ રહેલા બી સાઈ સુદર્શનને છેલ્લી મેચમાં ટીમની ઈજ્જત બચાવતા 50 બોલમાં 65 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. તમને જણાવી દઈએ કે પંજાબની ટીમ સામે કેપ્ટન હાર્દિક પાંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવતિયા અને રાશિદ ખાન ફેલ રહ્યા હતા. પરંતુ તમને જણાવી દઈએ કે અફઘાની ખેલાડી રાશિદ ખાન હાલ જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે.
ગુજરાતની બોલિંગ
ગુજરાત ટાઈટન્સની બોલિંગની વાત કરીએ તો મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યૂસન, અલ્ઝારી જોસેફ અને રાશિદ ખાનના કારણે દરેક ટીમોને રન બનાવવા માટે આંખે પાણી આવી રહ્યું છે. પંજાબની સામે શમી બરાબરનો ધોવાયો હતો, તેમ છતાં નવા બોલથી શમી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, જ્યારે ફર્ગ્યૂસનની ફાસ્ટ બોલિંગ સામે હરીફ ટીમોના ખેલાડીઓ હાંફી રહ્યા છે. રાશિદ ખાનની મેઝિક સ્પિન બોલિંગ પણ ટીમ માટે કિફાયતી સાબિત થઈ રહી છે.
પોઈન્ટ ટેબલમાં 10મા સ્થાને મુંબઈ ઈન્ડિયન્સ
જ્યારે આઈપીએલ 2022ની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પાસેથી પ્રશંસકોને મોટી આશા હતી, પરંતુ ટીમ નવા ખેલાડીઓ સાથે કંઈ વધારે કરી શકી નથી. જેના કારણે પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20મા સ્થાને છે. મુંબઈની ટીમ સળંગ 8 મેચમાં હારનો સામનો કર્યા બાદ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂકી છે. પરંતુ રોહિત શર્માની આગેવાનીમાં રમતી ટીમે રાજસ્થાન રોયલ્સ સામે પાંચ વિકેટે જીત હાંસલ કરી હતી, જે ટૂર્નામેન્ટમાં તેમણી પહેલી જીત છે. મુંબઈની ટીમમાં માત્ર સૂર્યકુમાર યાદવ જ સફળ બેટ્સમેન રહ્યો છે. રોહિત અને ઈશાન આ વર્ષે આઈપીએલમાં ખરાબ ફોર્મના કારણે ટીમ માટે કંઈ કરી શક્યા નથી, કીરોન પોલાર્ડ અત્યાર સુધી પોતાની ફિનિશરની ભૂમિકાથી ટીમને ન્યાય અપાવી શક્યો નથી.
આવી હોઈ શકે છે સંભવિત ટીમ
ગુજરાત ટાઈટન્સ: ઋદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, સાઈ સુદર્શન, હાર્દિક પાંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, અલ્જારી જોસેફ, પ્રદીપ સાંગવાન, લોકી ફર્ગ્યૂસન, મોહમ્મદ શમી
મુંબઈ ઈન્ડિયન્સ: ઈશાન કિશન (વિકેટકીપર) રોહિત શર્મા (કેપ્ટન, ટીમ ડેવિડ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કીરોન પોલાર્ડ, ઋતિક શૌકીન, ડેનિયલ સેમ્સ, જસપ્રીત બુમરાહ, કુમાર કાર્તિકેય, રિલે મેરેડિથ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે