Home> Sports
Advertisement
Prev
Next

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ પર BCCIની મોટી કાર્યવાહી, આ ભૂલની સજા મળી!

IPL 2025 GT vs DC: ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને દિલ્હી કેપિટલ્સ સાથે રમાયેલી મેચમાં ધીમી ઓવર રેટના કારણે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
 

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ પર BCCIની મોટી કાર્યવાહી, આ ભૂલની સજા મળી!

IPL 2025 GT vs DC: IPL 2025માં ગઈકાલે 2 મેચ રમાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાતે 7 વિકેટથી મેચ જીતી લીધી હતી. જોકે, જીત બાદ BCCIએ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ વિરુદ્ધ કાર્યવાહી કરી અને મોટો દંડ ફટકાર્યો હતો.

fallbacks

શુભમન ગિલ પર લગાવ્યો દંડ
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને દિલ્હી કેપિટલ્સ સામે ધીમી ઓવર રેટ બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં ધીમી ઓવર રેટના કારણે 6 કેપ્ટનોને દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદમાં ગઈ કાલે આકરી ગરમી જોવા મળી હતી, જેના કારણે મેચમાં વિલંબ થયો હતો. ગરમીના કારણે ઘણા ખેલાડીઓ ડિહાઇડ્રેશન અને ખેંચાણ સાથે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.

IPLના સત્તાવાર નિવેદન મુજબ, IPL આચાર સંહિતાની કલમ 2.22 હેઠળ આ સિઝનનો ગુજરાતનો પહેલો ગુનો હતો, જે ન્યૂનતમ ઓવર-રેટના ઉલ્લંઘન સાથે જોડાયેલો છે. જેના કારણે હાલમાં માત્ર કેપ્ટન પર જ દંડ ફટકારવામાં આવ્યો છે.

ગુજરાત ટાઇટન્સે 7 વિકેટે જીતી લીધી મેચ
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી બેટિંગ કરતા કેપ્ટન અક્ષર પટેલે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. આ સિવાય આશુતોષ શર્માએ 37, કરુણ નાયર અને ટ્રીસ્ટન સ્ટબ્સે 31-31 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી બોલિંગમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 વિકેટ ઝડપી હતી. આ પછી ગુજરાત ટાઇટન્સે 19.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ગુજરાત તરફથી વિસ્ફોટક બેટિંગ કરતા જોસ બટલરે સૌથી વધુ 97 રનની અણનમ ઇનિંગ રમી હતી. જેમાં 11 ચોગ્ગા અને 4 સિક્સરનો સમાવેશ થાય છે. જ્યારે શેરફેન રધરફોર્ડે 43 રન બનાવ્યા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More