Budh Guru Labh Drishti Yoga Rashifal: વેપારના સ્વામી બુધ અને ધન-સમૃદ્ધિ આપનાર ગુરુ ગ્રહ 5 મે 2025 ની રાત્રે 10.49 મિનિટે એકબીજાથી 60 ડિગ્રીની કોણીય સ્થિતિમાં રહેશે. બુધ અને ગુરુની આ સ્થિતિને ત્રિ-એકાદશ સ્થિતિ કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ સ્થિતિને લાભ દ્રષ્ટિ યોગ પણ કહેવામાં આવે છે. જ્યારે 2 ગ્રહ ત્રિ એકાદશ સ્થિતિમાં હોય છે તો તે એકબીજાને મદદ કરે છે અને સાથે મળી સારી તકોનું નિર્માણ કરે છે.
આ પણ વાંચો: ધન અને પ્રેમના દાતા શુક્ર મંગળના ઘરમાં પ્રવેશ કરશે, 3 રાશિઓનું ચમકશે ભાગ્ય
લાભ દ્રષ્ટિ યોગ વિશે માનવામાં આવે છે કે તેમાં ગુપ્ત અવસર પ્રાપ્ત થાય છે. જે રાશિને આ યોગ શુભ ફળ આપે છે તેને યોગ્ય દિશા મળે છે. તેના વ્યક્તિત્વ, કરિયર, સંબંધોમાં શાનદાર સમય શરુ થાય છે. ગુરુ અને બુધનો લાભ દ્રષ્ટિ યોગ 5 રાશિના લોકોને આવી તકો આપશે.
આ 5 રાશિઓને ફળશ બુધ અને ગુરુનો લાભ દ્રષ્ટિ યોગ
આ પણ વાંચો: મે મહિનામાં સર્જાશે શક્તિશાળી નવપંચમ યોગ, ગુરુ-રાહુ આ રાશિઓને કરાવશે છપ્પરફાડ ધનલાભ
મેષ રાશિ
બુધ અને ગુરુના લાભ દ્રષ્ટિ યોગથી મેષ રાશિના લોકોને નવી સંભાવનાઓ પ્રાપ્ત થશે. વેપાર અને નોકરીના ક્ષેત્રમાં યાત્રા લાભકારી સાબિત થશે. વાતચીતની કળાથી લોકો પ્રભાવિત થશે. આર્થિક દ્રષ્ટિથી સમય અત્યંત ફળદાયી. આવરકના નવા સ્ત્રોત સામે આવશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે. આર્થિક લાભ થશે. વેપાર અને નોકરીમાં મોટા ફેરફાર થઈ શકે છે. આવકના સ્ત્રોત વધશે. અટકેલું ધન પરત મળશે. રોકાણ માટે સમય અનુકૂળ. આર્થિક યોજના લાભકારી સાબિત થશે.
આ પણ વાંચો: તુલસીનો પાવર એક્ટિવ થઈ જાય તો ખરેખર કરી દેશે માલામાલ, આ ઉપાય ઘરમાં કરાવશે ધનના ઢગલા
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે સામાજિક અને આર્થિક દ્રષ્ટિથી દિવસ સારો. શેર માર્કેટમાં રોકાણથી લાભ મળી શકે છે. પ્રેમ સંબંધોમાં સકારાત્મકતા અને સમજ આવશે. લાંબા સમયથી જે કાર્યમાં મહેનત કરી રહ્યા હતા તેમાં સકારાત્મક પરિણામ મળશે.
આ પણ વાંચો: Rahu Gochar: રાહુ ગોચર કરી 4 રાશિનું જીવન બદલશે, નોકરીમાં પ્રમોશન મળશે, આવક બમણી થશે
કન્યા રાશિ
કન્યા રાશિના લોકોને પ્રોફેશનલ ગ્રોથ અને ભાગ્યનો સાથ મળશે. નવી જવાબદારીઓ મળી શકે છે. આત્મવિશ્વાસ વધશે. ઘર ખરીદવાની યોજના બની શકે છે. વડિલો સાથે સંબંધ સારા થશે. મિલકતની ખરીદી શુભ રહેશે.
આ પણ વાંચો: 7 રાશિના લોકો અત્યારથી સાવધાન થઈ જાય, ષડાષ્ટક યોગ ધન-સ્વાસ્થ્ય-પ્રતિષ્ઠાની હાનિ કરશે
મકર રાશિ
મકર રાશિના લોકો માટે સમય ભાગીદારી, વૈવાહિક જીવન માટે અનુકૂળ છે. વેપારમાં મોટો લાભ મળવાની સંભાવના. કોઈ મહત્વપૂર્ણ ડીલ ફાઈનલ થઈ શકે છે. આર્થિક દ્રષ્ટિએ રોકાણથી લાભ મળશે. વૈવાહિક જીવનમાં મિઠાસ આવશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે