KKR vs RCB live Telecast and Streaming Details : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) 22 માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ સાથે શરૂ થવા જઈ રહી છે. આ સિઝન પહેલા યોજાયેલી મેગા ઓક્શન બાદ ઘણી ટીમોના કમ્પોઝીશન અને કેપ્ટન બદલાયા છે. વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ટી20 લીગની ટ્રોફી જીતવા માટે તમામ ટીમો ફરી એકવાર પોતાની તાકાત બતાવશે. ત્યારે આ લેખમાં ઓપનિંગ સેરેમની, પ્રથમ મેચ અને ટૂર્નામેન્ટની અન્ય તમામ મેચોના લાઇવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ વિશે જાણીશું.
13 મેદાન પર 74 મેચો યોજાશે
IPL 2025 22 માર્ચ, 2025ના રોજ શરૂ થશે અને 25 મે, 2025ના રોજ સમાપ્ત થશે. ભારતમાં 13 સ્થળોએ સિઝનમાં 10 ટીમો વચ્ચે કુલ 74 મેચો રમાશે. ખાસ વાત એ છે કે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં આઈપીએલ 2025ની શરૂઆતની મેચ અને સીઝનની છેલ્લી મેચ એટલે કે ફાઈનલ પણ અહીં જ રમાશે. કોલકાતા તેના ટાઇટલને બચાવવા ઉતરશે, જે તેણે IPL 2024ની ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને જીત્યું હતું.
ધનશ્રીને આપેલા 4.75 કરોડ માત્ર 20 દિવસમાં થઈ જશે બરાબર, ચહલ 4 મેચમાં કરી લેશે કમાણી
લાઈવ ટેલિકાસ્ટ અને લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે ?
IPL 2025 ભારતમાં ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાય છે. સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર હિન્દી અને અંગ્રેજી સિવાય ઘણી પ્રાદેશિક ભાષાઓમાં આ મેચો જોઈ શકાશે. ડિજિટલ સ્ટ્રીમિંગની વાત કરીએ તો JioHotstar પર આ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાય છે. IPL 2025ની સાંજની મેચો ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. ટોસનો સમય સાંજે 7 વાગ્યાનો રહેશે. એટલે કે KKR અને RCB વચ્ચેની પ્રથમ મેચનો પ્રથમ બોલ 7.30 વાગે ફેંકવામાં આવશે. તો ડબલ હેડર મેચોમાં, દિવસની મેચનો સમય બપોરે 3.30 વાગ્યાનો અને ટોસનો સમય બપોરે 3 વાગ્યાનો રહેશે.
ઓપનિંગ સેરેમની ક્યાં જોઈ શકાશે ?
IPL 2025ની ઓપનિંગ સેરેમની 22 માર્ચ શનિવારના રોજ સાંજે 6 વાગ્યે ઈડન ગાર્ડન્સ ખાતે યોજાશે, જેમાં શ્રેયા ઘોષાલ, દિશા પટણી જેવી પ્રખ્યાત બોલિવૂડ હસ્તીઓ પરફોર્મ કરશે. ઓપનિંગ સેરેમનીનું ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા ટીવી પર અને JioHotstar પર લાઈવ સ્ટ્રીમિંગ પણ જોઈ શકાશે. IPLની દરેક સિઝનમાં કોઈને કોઈ મોટા રેકોર્ડ તોડવામાં આવે છે અને નવા રેકોર્ડ સર્જાય છે. આ સિઝનમાં પણ મોટા રેકોર્ડ્સ પર નજર રહેશે. અત્યાર સુધી, 2013 સીઝનમાં ક્રિસ ગેલ દ્વારા રમાયેલી 175 રનની અણનમ ઇનિંગ આ લીગના ઇતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરોમાં ટોચ પર છે. ગેલે આ ઈનિંગ માત્ર 66 બોલમાં રમી હતી.
અગાઉ 2008માં બેન્ડન મેક્કુલમે 73 બોલમાં અણનમ 158 રન બનાવ્યા હતા, જે હવે લીગના ઈતિહાસમાં બીજો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે. ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો 2020ની સીઝનમાં કેએલ રાહુલે 69 બોલમાં 132 રનની અણનમ ઇનિંગ રમી હતી, જે IPLમાં ભારતીય બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે.
IPL 2025: સિઝન 18માં કોણ બનાવશે સૌથી વધુ રન? સામે આવી ગઈ મોટી ભવિષ્યવાણી
ચહલ પછી કોણ કરશે વિકેટની બેવડી સદી ?
બોલિંગની વાત કરીએ તો IPL 2025માં ત્રણ દિગ્ગજોની હાજરી જોવા મળશે જે 200 વિકેટની ક્લબમાં સામેલ થઈ શકે છે. અત્યાર સુધી યુઝવેન્દ્ર ચહલે IPLમાં સૌથી વધુ 205 વિકેટ લીધી છે. IPL 2025માં ભુવનેશ્વર કુમાર (181 વિકેટ), સુનીલ નારાયણ (180 વિકેટ) અને રવિચંદ્રન અશ્વિન (180 વિકેટ) પાસે 200 વિકેટની વિશિષ્ટ ક્લબમાં સામેલ થવાની સારી તક છે.
ટોપ-3માં ધોની-રોહિત અને વિરાટ
જો આપણે સૌથી વધુ મેચોની વાત કરીએ તો, આ રેકોર્ડ ભારતના ત્રણ મહાન ખેલાડીઓના નામે છે. ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 264 મેચ રમી છે. મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માના નામે 257 આઈપીએલ મેચ રમી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના નામે 252 મેચનો રેકોર્ડ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે