Home> Sports
Advertisement
Prev
Next

IPL: માત્ર ખેલાડી જ નહીં અમ્પાયર પણ બને છે માલામાલ, જાણો કેટલો હોય છે એક મેચનો પગાર?

IPL Umpire Salary: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડીઓ કરોડો રૂપિયાની કમાણી કરે છે. અહીં જાણો એક મેચ અને સિઝનમાં અમ્પાયરિંગ માટે અમ્પાયરને કેટલા પૈસા મળે છે?

IPL: માત્ર ખેલાડી જ નહીં અમ્પાયર પણ બને છે માલામાલ, જાણો કેટલો હોય છે એક મેચનો પગાર?

IPL Umpire Salary Per Match: ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન જલ્દી શરૂ થવાની છે. આ સિઝનમાં 6 ખેલાડી એવા હશે, જેને 20 કરોડ રૂપિયા કે તેનાથી વધુ પગાર મળશે. લખનઉ સુપર જાયન્ટ્સે તો બધા રેકોર્ડ તોડતા રિષભ પંતને 27 કરોડમાં ખરીદી આઈપીએલ ઈતિહાસ (Most Expensive Player in IPL History) નો સૌથી મોંઘો ખેલાડી બનાવી દીધો હતો. પરંતુ મેચ દરમિયાન અમ્પાયરની પણ ભૂમિકા મહત્વની હોય છે. શું તમે જાણો છે આઈપીએલ દરમિયાન અમ્પાયરને એક મેચના કેટલા રૂપિયા મળે છે? 

fallbacks

IPL અમ્પાયરોને કેટલો પગાર મળે છે?
આઈપીએલમાં બધા અમ્પાયરોનો પગાર સમાન હોતો નથી. તેનો પગાર તે વાત પર નિર્ભર કરે છે કે અમ્પાયર પાસે કેટલો અનુભવ છે, મેચ કઈ છે (નોકઆઉટ કે લીગ સ્ટેજ) નવા અને જૂના અમ્પાયરોના પગારમાં મોટ તફાવત હોય છે. અનિલ ચૌધરી સૌથી ફેમસ IPL અમ્પાયરોમાંથી એક છે, તેની પાસે 100થી વધુ મેચનો અનુભવ છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેને દરેક મેચ માટે 1,98,000 રૂપિયાનો પગાર મળે છે. નીતિન મેનન, બ્રૂસ ઓક્સનફોર્ડ સહિત ઘણા જાણીતા અમ્પાયરોને દરેક મેચ માટે 1.98 લાખ રૂપિયા મળે છે.

આ પણ વાંચોઃ IPL 2025 પહેલા તમામ ટીમના કેપ્ટનોને BCCIનું તેડું...20 માર્ચે યોજાશે બેઠક

ઓછો અનુભવ ધરાવતા અમ્પાયરોને દરેક મેચ માટે 59000 રૂપિયા મળે છે, આ લિસ્ટમાં ભારતીય અમ્પાયર વીરેંદર શર્મા પણ છે. કહેવામાં આવે છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં એક સિઝન અમ્પાયરિંગ માટે એક અમ્પાયર આશરે 7.33 લાખ સુધીની કમાણી કરી શકે છે. નોંધનીય છે કે જાણીતા અમ્પાયર સ્પોન્સરશિપ ડીલથી પણ મોટી રકમ મેળવે છે. તો પ્લેઓફ મેચ દરમિયાન અમ્પાયરને બોનસ પણ મળે છે. આઈપીએલ 2025ની પ્રથમ મેચ 22 માર્ચે કોલકત્તા અને આરસીબી વચ્ચે રમાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More