Home> Sports
Advertisement
Prev
Next

World Cup: ભારતીય ટીમ અને આઈસીસી વચ્ચે સુરક્ષાને લઈને વિવાદ વધ્યો

ફેન્સથી પરેશાન ભારતીય ટીમે આઈસીસીને ફરિયાદ પણ કરી, પરંતુ તેવું જાણવા મળ્યું કે, તેની આ અપીલની આઈસીસી પર કોઈ અસર થઈ નથી. 
 

World Cup: ભારતીય ટીમ અને આઈસીસી વચ્ચે સુરક્ષાને લઈને વિવાદ વધ્યો

લીડ્સઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) અને ભારતીય ટીમ મેનેજમેન્ટ વચ્ચે ખેલાડીઓની સુરક્ષાની વ્યવસ્થાને લઈને વિવાદ નવો નથી. તેની ફરિયાદ ભારતે આઈસીસીને કરી હતી, પરંતુ તેવું જાણવા મળી રહ્યું છે કે, તેની અપીલની આઈસીસી પર કોઈ અસર થઈ નથી. આ મામલામાં સંબંધ રાખનાર એક સૂત્રએ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા ભારતીય ટીમે હોટલમાં ખેલાડીઓની નિજતામાં દખલ પડવાની ફરિયાદ આઈસીસીને કરી હતી. 

fallbacks

આ સિવાય આઈસીસીને સુરક્ષા વધારવાની વધુ એક અપીલ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેના પર કોઈ જવાબ આવ્યો નથી. સૂત્રએ કહ્યું, 'થોડા દિવસ પહેલા ટીમ હોટલમાં જે થયું ત્યારબાદ સુરક્ષાને વધારવા માટે આયોજકો સાથે તેના પર ચર્ચા કરવામાં આવી. અમે તેને સૂચના આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હજુ સુધી કોઈ ફેરફાર થયો નથી.'

આ મામલામાં જ્યારે આઈસીસી સાથે વાત કરવામાં આવી તો તેણે કહ્યું કે ખેલાડીઓની સુરક્ષા સૌથી ઉપર છે અને ભારતીય ટીમની હોટલમાં કેટલાક પ્રશંસકોએ દખલ આપ્યા બાદ તેને રોકવા માટે જરૂરી પગલા ભરવામાં આવ્યા છે. એક અધિકારીએ કહ્યું, સુરક્ષા રણનીતિ વિશે તમને માહિતી ન આપી શકું, પરંતુ તેના માટે નિમણૂક કરવામાં આવેલી ટીમે ટીમની હોટલમાં તપાસ અને ફેરફાર કર્યાં છે. 

ભારતીય ટીમના એક સૂત્રએ કહ્યું કે, સુરક્ષા માટે અપીલ કરવી સારૂ નથી. સૂત્રએ જણાવ્યું, 'આઈસીસીના નિયમો અનુસાર, સુરક્ષા એવી હોવી જોઈએ જે દેખાઈ નહીં પરંતુ ટૂર્નામેન્ટનો માહોલ એવો થઈ ગયો છે કે સુરક્ષાનું અસ્તિત્વ નજર આવવું જરૂરી છે કારણ કે ભારતીય ટીમની હોટલની આસ-પાસ ઘણા ફેન્સ દેખાવા લાગ્યા છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More