Home> Sports
Advertisement
Prev
Next

World cup 2019: જોની બેયરસ્ટોની નવી સિદ્ધિ, તોડ્યો રાહુલ દ્રવિડનો રેકોર્ડ

રાહુલ દ્રવિડ પહેલા કોઈ બેટ્સમેને આટલા રન પોતાના પર્દાપણ વિશ્વકપમાં બનાવ્યા હતા અને ન તો તેના 20 વર્ષ બાદ સુધી આ રેકોર્ડની આસપાસ કોઈ બેટ્સમેન હતો.

World cup 2019: જોની બેયરસ્ટોની નવી સિદ્ધિ, તોડ્યો રાહુલ દ્રવિડનો રેકોર્ડ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન જોની બેયરસ્ટોએ વિશ્વ કપમાં 462 રન બનાવતા એક ઈતિહાસ રચી દીધો છે. બુધવારે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ડરહમના ચેસ્ટર લી સ્ટ્રીટ મેદાન પર રમાયેલી વિશ્વ કપ 2019ની 41મી મેચમાં જોની બેયરસ્ટોએ સદી ફટકારી હતી. આ સાથે તેણે વિશ્વ કપનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 

fallbacks

હકીકતમાં, જોની બેયરસ્ટો માટે આ પર્દાપણ વિશ્વ કપ છે. તેવામાં પોતાના પ્રથમ વિશ્વ કપમાં જોની બેયરસ્ટોએ બે સદી સાથે 462 રન બનાવી લીધા છે. આ સાથે જોની બેયરસ્ટોએ રાહુલ દ્રવિડ દ્વારા વર્ષ 1999ના વિશ્વ કપમાં બનાવેલા 461 રનના પાછળ છોડી દીધા છે. ભારતીય ટીમની દીવાલ ગણાતા રાહુલ દ્રવિડે પણ બે સદીની સાથે પોતાના પર્દાપણ વિશ્વ કપમાં 461 રન બનાવ્યા હતા. 

રાહુલ દ્રવિડ પહેલા કોઈ બેટ્સમેને આટલા રન પોતાના પર્દાપણ વિશ્વકપમાં બનાવ્યા હતા અને ન તો તેના 20 વર્ષ બાદ સુધી આ રેકોર્ડની આસપાસ કોઈ બેટ્સમેન હતો. પરંતુ જોની બેયરસ્ટોએ આ રેકોર્ડ હવે પોતાના નામે કરી લીધો છે. તો ઈંગ્લેન્ડ માટે પોતાના પર્દાપણ વિશ્વ કપમાં જોની બેયરસ્ટો સૌથી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. 

વિશ્વકપની અંતિમ ઇનિંગને યાદગાર ન બનાવી શક્યો ગેલ, માત્ર 7 રન બનાવી થયો આઉટ

ભારતીય ટીમ માટે 6 વિશ્વ કપ રમમનાર સચિન તેંડુલકરે પણ પોતાના પર્દાપણ વિશ્વ કપમાં માત્ર 283 રન બનાવ્યા હતા. પરંતુ સચિન તે સમયે મિડલ ઓર્ડર બેટ્સમેન હતો. પરંતુ જોની બેયરસ્ટો અને દ્રવિડ ટોપ ઓર્ડરમાં રમતા આટલા રન બનાવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More