Kagiso Rabada : IPLનો ઉત્સાહ હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગયો છે. ત્યારે આ સીઝનની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાના અનુભવી ફાસ્ટ બોલર કાગીસો રબાડા અચાનક કોઈ સ્પષ્ટ કારણ વગર સ્વદેશ પરત ફરતાં ફેન્સ ચોંકી ગયા હતા. ત્યારે આ મામલે હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. ફાસ્ટ બોલર કાગીસો રબાડા પ્રતિબંધિત ડ્રગ્સના ઉપયોગને કારણે ટેમ્પરરી સસ્પેન્શનનો સામનો કરી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાના આ ઝડપી બોલરે ગયા મહિને IPL ટીમ ગુજરાત ટાઇટન્સ માટે બે મેચ રમી હતી. આ પછી તેણે વ્યક્તિગત કારણોસર IPL છોડી દીધી હતી.
સ્ટાર ફાસ્ટ બોલર ડ્રગ્સ ટેસ્ટમાં ઝડપાયો
હકીકતમાં, આ વર્ષની શરૂઆતમાં SA20 ટુર્નામેન્ટ દરમિયાન ડ્રગ્સનું સેવન કર્યા બાદ ફાસ્ટ બોલર કાગીસો રબાડા ડ્રગ ટેસ્ટમાં ફસાયો હતો. આ જ કારણ હતું કે તે IPL અધવચ્ચે છોડીને દક્ષિણ આફ્રિકા પાછો ફર્યો. રબાડા પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે રબાડા MI કેપટાઉનનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હતો.
દક્ષિણ આફ્રિકન ક્રિકેટર્સ એસોસિએશન (SACA) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કાગીસો રબાડાએ પુષ્ટિ આપી છે કે પદાર્થના દુરુપયોગ માટે સકારાત્મક મેચ ડ્રગ ટેસ્ટ પરત કર્યા બાદ તે કામચલાઉ પ્રતિબંધ ભોગવી રહ્યો છે. જોકે, નિવેદનમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે ડ્રગ્સ ટેસ્ટમાં તે કઈ દવા માટે પોઝિટિવ જોવા મળ્યો હતો.
RCB vs CSK: કિંગ કોહલીએ બનાવી દીધો World Record, એક ઝાટકામાં જ ક્રિસ ગેલનો પછાડ્યો!
રબાડાએ માફી માંગી
આ ખુલાસા બાદ રબાડાએ ચાહકોની માફી માંગી છે. આ દરમિયાન તેને સમર્થન આપનારાઓનો પણ આભાર માન્યો. તેણે કહ્યું, 'હું એકલો આ પરિસ્થિતિમાંથી ના પસાર થઈ શક્યો હોત.' હું મારા એજન્ટ, CSA અને ગુજરાત ટાઇટન્સનો તેમના સમર્થન બદલ આભાર માનું છું. હું SACA અને મારી કાનૂની ટીમનો તેમના માર્ગદર્શન અને સલાહ માટે આભાર માનું છું. સૌથી અગત્યનું, હું મારા મિત્રો અને પરિવારનો તેમની સમજણ અને પ્રેમ માટે આભાર માનું છું. આગળ વધતાં આ ક્ષણ મને વ્યાખ્યાયિત કરશે નહીં. હું હંમેશા જે કરતો આવ્યો છું તે જ કરતો રહીશ, સતત સખત મહેનત કરીશ અને મારી રમત પ્રત્યે ઉત્સાહ અને સમર્પણ સાથે રમીશ.
ગુજરાતે તેને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
રબાડાને IPL 2025 મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ટીમની સીઝનની શરૂઆતની મેચમાં તેણે 41 રન આપ્યા અને એક વિકેટ લીધી. મુંબઈ ઈન્ડિયન્સ સામેની આગામી મેચમાં તેણે 42 રન આપીને 1 વિકેટ લીધી. ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) એ હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. જ્યાં સુધી કામચલાઉ પ્રતિબંધ યથાવત રહેશે ત્યાં સુધી રબાડાની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મેચોમાં રમવું અનિશ્ચિત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે