KL Rahul Sanjiv Goenka Controversy : ક્રિકેટ ચાહકોમાં એક સામાન્ય માન્યતા છે કે લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોએન્કા ખૂબ જ કડક છે અને હંમેશા હકારાત્મક પરિણામોની માંગ કરે છે. કેટલાય વીડિયો વાયરલ થયા છે જેમાં ગોએન્કા વર્તમાન કેપ્ટન રિષભ પંત સાથે મેદાન પર વાત કરતા જોવા મળે છે. જો કે, ગયા વર્ષે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટીમની 10 વિકેટથી કારમી હાર બાદ સંજીવ ગોએન્કાની તત્કાલીન કેપ્ટન કેએલ રાહુલ સાથે ઉગ્ર બોલાચાલી કરતા જોવા મળ્યા બાદ અટકળોને વેગ મળ્યો હતો.
અમિત મિશ્રાએ કર્યો ખુલાસો
લખનૌના પૂર્વ સ્પિનર અમિત મિશ્રાએ હવે આ મિથને ખતમ કરી દીધો છે. તેણે કહ્યું કે સંજીવ ગોયન્કા ખૂબ જ મૈત્રીપૂર્ણ છે અને માત્ર ઈચ્છે છે કે તેમની ટીમ હંમેશા સારું પ્રદર્શન કરે. Cricbuzz પર બોલતા અમિત મિશ્રાએ એ પણ ખુલાસો કર્યો કે ગત સિઝનમાં કેએલ રાહુલ તમામ નિર્ણયો લેવા માટે જવાબદાર હતો. 42 વર્ષીય અમિત મિશ્રાએ કહ્યું કે આ સિઝનમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ છે કારણ કે બહારથી એવું લાગે છે કે ટીમના મેંટર ઝહીર ખાન અને મુખ્ય કોચ જસ્ટિન લેંગર પણ નિર્ણયો લેવામાં સામેલ છે.
અનુષ્કા સામે ધ્રૂજવા લાગ્યો કોહલી, ઉતરી ગયો ઘમંડ, જાણો તેમની પહેલી મુલાકાતની કહાની
રાહુલ પ્લેઇંગ-11ની પસંદગી કરતો હતો : અમિત
અમિત મિશ્રાએ કહ્યું, "મેં ગત સિઝનમાં કોચ સાથે વાત કરી હતી અને તેમણે મને કહ્યું હતું કે કેએલ રાહુલ તમામ કામ કરી રહ્યો છે. તે પ્લેઈંગ-11ની પસંદગી કરી રહ્યો છે, તમામ ફેરફારો કરી રહ્યો છે અને યોજનાઓ બનાવી રહ્યો છે. પરંતુ આ વર્ષે, મને એવું નથી લાગતું. આ વર્ષે જ્યારથી ઝહીર ખાન આવ્યો છે, મને લાગે છે કે તે દરેક સાથે વાત કરી રહ્યો છે. જો તમે જુઓ, તો ચર્ચા ચાલી રહી છે, તેઓ એકબીજા સાથે વાત કરી રહ્યા છે."
લખનૌના માલિકની પ્રશંસા
પૂર્વ લેગ સ્પિનરે વધુમાં કહ્યું, "મેં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ પહેલા કોચ જસ્ટિન લેંગરને પીચ પર જોયા હતા. તેઓ દિગ્વેશ રાઠી સાથે વાત કરી રહ્યા હતા. તેથી મને લાગે છે કે એકંદરે ચર્ચા સારી થઈ રહી છે. મને નથી લાગતું કે માલિકો બહુ સામેલ છે. હા, તે ચોક્કસપણે જીતવા માંગે છે, પરંતુ જ્યારે તે ડ્રેસિંગ રૂમમાં આવે છે ત્યારે તે હંમેશા સકારાત્મક હોય છે."
ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને
લખનૌએ ગત સિઝન પછી તેના કેપ્ટન કેએલ રાહુલને રિટેન કર્યો નહોતો. તેની જગ્યાએ ઋષભ પંતને કમાન સોંપવામાં આવી છે. નવેમ્બર 2024માં યોજાયેલી મેગા ઓક્શન દરમિયાન પંતને લખનૌએ રૂપિયા 27 કરોડમાં ખરીદ્યો હતો. તે IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. આ સિઝનમાં ટીમનું અત્યાર સુધી મિશ્ર પ્રદર્શન રહ્યું છે. લખનૌ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. તેણે 10માંથી પાંચ મેચ જીતી છે અને પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમના ખાતામાં 10 પોઈન્ટ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે