Home> World
Advertisement
Prev
Next

આ શું થયું? યુરોપના ઘણા દેશોમાં છવાયું અંધારું! ફ્રાન્સ-સ્પેન અને બેલ્જિયમમાં વીજળી ગુલ; ફ્લાઈટ-મેટ્રો સેવા ઠપ્પ

Europe Blacout: સ્પેન, પોર્ટુગલ અને દક્ષિણ ફ્રાન્સ સહિત યુરોપના ઘણા ભાગોમાં સોમવારે વીજળીની મોટી કટોકટી જોવા મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અચાનક વીજળી ગુલ થવાને કારણે લોકોને ઘણી મૂળભૂત જરૂરિયાતો સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

આ શું થયું? યુરોપના ઘણા દેશોમાં છવાયું અંધારું! ફ્રાન્સ-સ્પેન અને બેલ્જિયમમાં વીજળી ગુલ; ફ્લાઈટ-મેટ્રો સેવા ઠપ્પ

Europe Blackout: સોમવારે યુરોપના ઘણા દેશોએ વીજળી સંકટનો સામનો કરવો પડ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્પેન, પોર્ટુગલ અને દક્ષિણ ફ્રાન્સના કેટલાક ભાગોમાં મોટા પાયે વીજળી ગુલ થઈ ગઈ છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રેલ, મેટ્રો, હવાઈ મુસાફરી, મોબાઈલ ઈન્ટરનેટ જેવી મૂળભૂત બાબતો પર ખરાબ અસર પડી છે. ગ્રીડ ઓપરેટરોએ જણાવ્યું કે, બ્લેકઆઉટનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.

fallbacks

આ બ્લેકઆઉટ સ્પેન અને પોર્ટુગલની રાજધાનીઓ સહિત ઘણા મોટા વિસ્તારોમાં ફેલાયો. સ્પેનની સરકારી માલિકીની વીજ કંપની રેડ ઇલેક્ટ્રિકાએ જણાવ્યું કે, સમગ્ર ઇબેરિયન દ્વીપકલ્પ પ્રભાવિત થયો છે અને હવે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જો કે, વીજળી પુનઃસ્થાપિત થયા પછી કંપનીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, ઉત્તર-દક્ષિણ ભાગોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત પોર્ટુગીઝ પાવર કંપની RENએ સ્વીકાર્યું કે, સમગ્ર ઇબેરિયન દ્વીપકલ્પ અને ફ્રાન્સના કેટલાક ભાગો પ્રભાવિત થયા છે.

1 મેથી બદલાશે ATMમાંથી રોકડ ઉપાડવાનો નિયમ, રૂપિયા ઉપાડવા માટે આપવો પડશે વધારે ચાર્જ

અંધારામાં સંસદ અને ન્યૂઝ ચેનલોના ન્યૂઝરૂમ
સ્પેનિશ મીડિયાએ રિપોર્ટ અનુસાર બપોરે 12:30 વાગ્યાની આસપાસ ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ. જેના કારણે ન્યૂઝરૂમ, સંસદ ભવન અને મેટ્રો સ્ટેશનોમાં અંધારું છવાઈ ગયું. બાર્સેલોના અને આસપાસના વિસ્તારોના લોકોએ પણ વોટ્સએપ ગ્રુપ પર વીજળી ગુલ થવા અંગેની માહિતી શેર કરી. આટલો મોટો બ્લેકઆઉટ આ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે છે. કુલ મળીને અહીં 5 કરોડથી વધુ લોકો રહે છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે કેટલા લોકો સીધા અસરગ્રસ્ત થયા છે.

આ છે LICનો શાનદાર પ્લાન... માત્ર એક વખત કરો રોકાણ, જીવનભર મળતા રહેશે 100000

શું કહ્યું સ્પેનિશ એજન્સીએ?
સ્પેનની પાવર કંપની રેડ ઇલેક્ટ્રિકા વીજળી પુનઃસ્થાપિત કરવા માટે ઊર્જા કંપનીઓ સાથે કામ કરી રહી છે. પોર્ટુગીઝ પોલીસે લોકોને ચેતવણી આપી છે કે, ટ્રાફિક લાઇટ અને સ્ટ્રીટ લાઇટ કામ ન કરી શકે, તેથી સાવધાની રાખીને વાહન ચલાવો અને જરૂરી ન હોય ત્યાં સુધી મુસાફરી કરવાનું ટાળો. સ્પેનની રેલ સેવા કંપની રેન્ફે જણાવ્યું કે, દેશવ્યાપી વીજળી કાપને કારણે ટ્રેનો બંધ કરવી પડી અને ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. નેટવર્કને ફરીથી કનેક્ટ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને આને યુરોપ-વ્યાપી સમસ્યા તરીકે વર્ણવવામાં આવી રહી છે.

Appleના આ ડિવાઈસે ફ્લાઈટમાં તો ભારે કરી! જાણો કેમ કરાવવી પડી ઈમરજન્સી લેન્ડિંગ

પોર્ટુગલ પર પણ છવાયું અંધારું
પોર્ટુગલની વાત કરીએ તો તેની વસ્તી આશરે 1 કરોડ 6 લાખ છે. લિસ્બન અને તેની આસપાસના વિસ્તારો તેમજ દેશના ઉત્તર અને દક્ષિણ ભાગોમાં અંધારું છવાઈ ગયું છે. બ્લેકઆઉટને કારણે મોબાઇલ નેટવર્ક પણ ખોરવાયું. જો કે, કેટલીક એપ્સ કામ કરતી રહી. કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે લિસ્બનની મેટ્રો સેવા બંધ થઈ ગઈ હતી અને શહેરના કેન્દ્રમાં ટ્રાફિક લાઇટ બંધ થઈ ગઈ હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More