Home> Sports
Advertisement
Prev
Next

IND vs NZ : ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ પહેલા ખરાબ સમાચાર, 5 વિકેટ લેનાર સ્ટાર બોલર ઈજાગ્રસ્ત

Champions Trophy Final : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે  રમાશે. આ મેચ પહેલા ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમનો સ્ટાર બોલર ઈજગ્રસ્ત થયો છે, ત્યારે ફાઈનલ મેચમાં તે રમશે કે કેમ તે અંગે કેપ્ટને અપડેટ આપી છે. 

IND vs NZ : ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ પહેલા ખરાબ સમાચાર, 5 વિકેટ લેનાર સ્ટાર બોલર ઈજાગ્રસ્ત

Champions Trophy Final : ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો વિજેતા માત્ર ત્રણ દિવસ પછી મળી જશે. 9 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટ્રોફી જીતવા માટે જંગ ખેલાશે. એક તરફ ભારતે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલની ટિકિટ બુક કરી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ખિતાબની લડાઈ પહેલા ટીમ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે કે તેનો સ્ટાર ફાસ્ટ બોલર ઈજાગ્રસ્ત થઈ ગયો છે.

fallbacks

મિલરની તોફાની સદી ના આવી કામ, દક્ષિણ આફ્રિકાને હરાવી ન્યુઝીલેન્ડની ફાઈનલમાં એન્ટ્રી

સ્ટાર પેસર ઈજાગ્રસ્ત થયો 

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત સામેની મેચ પહેલા ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. સાઉથ આફ્રિકા સામે લાહોરમાં રમાયેલી હાઈ-સ્કોરિંગ સેમિફાઈનલમાં ફાસ્ટ બોલર મેટ હેનરીને ખભામાં ગંભીર ઈજા થઈ હતી. ગદ્દાફી સ્ટેડિયમમાં મેચ દરમિયાનકેચ લેતી વખતે મેટ હેનરીને ઈજા થઈ હતી. હેનરી ખૂબ જ પીડા થઈ રહી હતી, જેના પછી ફિઝિયો તરત જ તેની પાસે પહોંચ્યા હતા. જોકે ઈજાના કારણે તેને મેદાન છોડવું પડ્યું હતું. હવે ટાઇટલ મેચમાં તેના રમવા પર સસ્પેન્સ છે. જો ફાઈનલમાં તે નહીં રમે તો ન્યૂઝીલેન્ડ માટે મોટો ફટકો હશે.

ભારત સામે 5 વિકેટ લીધી 

હેનરી અત્યાર સુધી સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ન્યૂઝીલેન્ડના બોલિંગ આક્રમણનો મહત્વનો ભાગ રહ્યો છે. તેણે સતત શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેણે પાકિસ્તાન સામેની ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં બે વિકેટ સાથે શરૂઆત કરી હતી. ત્યારબાદ બાંગ્લાદેશ સામેની મેચમાં પણ તેણે એક વિકેટ ઝડપી હતી. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ભારત સામેની મેચમાં આવ્યું, ભારત સામે તેણે 5 વિકેટ લીધી હતી અને 42 રન આપીને 5 વિકેટ લીધી એ તેનીકારકિર્દીનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન હતું. જો કે, ભારત જીત્યું હતું. દક્ષિણ આફ્રિકા સામેની ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં તેણે બે વિકેટ ઝડપી હતી.

સ્ટીવ સ્મિથ પછી હવે આમનો વારો! આ 5 ખેલાડી ચેમ્પિયન્સ ટ્રોફી બાદ છોડી શકે છે ODI

શું હેનરી ફાઈનલમાં રમશે ?

દક્ષિણ આફ્રિકા સામેની જીત બાદ કિવી કેપ્ટન મિચેલ સેન્ટનરે ઝડપી બોલર મેટ હેનરી વિશે માહિતી આપી હતી. અપડેટ આપતા તેણે કહ્યું કે, અમારે રાહ જોવી પડશે અને જોવું પડશે કે મેટ હેનરીના ખભાની ઈજા કેવી છે. તમને જણાવી દઈએ કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્ષ 2000માં આ ટૂર્નામેન્ટની ફાઈનલ રમાઈ હતી, જેમાં કીવી ટીમનો વિજય થયો હતો. હવે બીજી વખત બંને ટીમો ફાઇનલમાં આમને-સામને છે. ભારતની નજર બદલો લેવા પર રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More