ટેબલ ફેનનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થતો હશે. તેની ખાસ વાત છે કે તે પોર્ટેબલ હોય છે અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય છે. પરંતુ તેની સાફ-સફાઈ મુશ્કેલ કામ લાગે છે. પંખાની જાળીની અંદર જામેલી ધૂળ તેને ખોલ્યા વગર સાફ થતી નથી. તેથી લોકો તેને ખોલીને સાફ કરવાનો પ્રયાસ કરે છે.
પરંતુ હવે સોશિયલ મીડિયા પર એક શાનદાર ટ્રિક વાયરલ થઈ રહી છે, જેનાથી જાળી હટાવ્યા વગર માત્ર પાંચ મિનિટમાં ટેબલ ફેન સાફ કરી શકાય છે. આ આસાન રીત ઉપયોગી હોવાની સાથે સમયની બચત પણ કરે છે. જો તમને વિશ્વાસ ન હોય તો એકવાર તેને અજમાવી જુઓ.
પંખો સાફ કરવા માટે જરૂરી વસ્તુ
આ સરળ યુક્તિ અપનાવવા માટે, તમારે કેટલીક મૂળભૂત વસ્તુઓની જરૂર પડશે, જે સામાન્ય રીતે દરેક ઘરમાં હોય છે-
• ડીશવોશ પ્રવાહી (વાસણ ધોવાનો સાબુ)
• ગરમ પાણી (પરંતુ ખૂબ ગરમ નહીં)
• સફેદ વિનેગર
• પોલિથીન (પ્લાસ્ટિકની થેલી)
• સ્પ્રે બોટલ
આ પણ વાંચોઃ જિયોના 2 સુપરહિટ પ્લાન! સાથે મળશે JioHotstar નું 3 મહિનાનું સબ્સક્રિપ્શન
સૌથી પહેલા ક્લીનર તૈયાર કરો
પંખાની સફાઈ શરૂ કરતા પહેલા તમારે એક હોમમેડ ક્લીનર તૈયાર કરવું પડશે. તે માટે
1. સ્પ્રે બોટલમાં ડિશવોશ લિક્વિડ નાખો.
2. હવે તેમાં ગરમ પાણી મિક્સ કરો, પરંતુ પાણી વધુ ગરમ ન હોવું જોઈએ.
3. આ મિશ્રણમાં વાઇટ વિનેગર નાખો અને બધી વસ્તુ મિક્સ કરો. તમારૂ પંખો ક્લીન કરવાનું લિક્વિડ તૈયાર થઈ જશે.
જાળી હટાવ્યા વગર પંખો સાફ કરવાની રીત
1. સૌ પ્રથમ, પંખાને જૂના અખબાર અથવા કોઈપણ નકામા કાગળ પર મૂકો, જેથી પડતી ધૂળ તેમાં સમાઈ જાય અને ફ્લોર ગંદો ન થાય.
2. હવે તૈયાર કરેલા ક્લીનરને પંખાના તમામ બ્લેડ અને બાહ્ય ભાગો પર સારી રીતે સ્પ્રે કરો.
3. આ પછી, પંખાને મોટા પોલિથીનથી સંપૂર્ણપણે ઢાંકી દો જેથી ક્લીનર અંદર રહે અને અસરકારક બની શકે.
4. હવે પંખાને 3-5 મિનિટ માટે ફૂલ સ્પીડ પર ચલાવો.
5. પંખો ફરતાની સાથે જ તેના બ્લેડ અને જાળીમાં જમા થયેલી ધૂળ પોલીથીનની અંદર પડી જશે.
6. પોલિથીન દૂર કર્યા પછી, પંખાને સહેજ ભીના કપડાથી સાફ કરો અને તમારો ટેબલ ફેન ચમકશે.
આ પણ વાંચોઃ 4 લાખના બજેટમાં મળી જશે આ કાર, માઇલેજ અને ફીચર્સમાં પણ છે દમદાર
આ ટ્રિક કેમ છે ફાયદાકારક?
- જાળી ખોલવાની ઝંઝટ નહીં રહે
- માત્ર પાંચ મિનિટમાં ઓછી મહેનતે પંખો સાફ થઈ જશે.
- ઓછા સામાનમાં સારી સફાઈ થઈ જશે.
- વારંવાર જાળી ખોલવાથી પંખાનું ફિટિંગ ખરાબ થવાનો ડર નહીં રહે.
હવે તમારે જ્યારે પંખાની સફાઈ કરવી હોય તો આ ટ્રિક અજમાવજો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે