નવી દિલ્લી: વેઈટ લિફ્ટર મીરાબાઈ ચાનૂએ શનિવારે ઈતિહાસ રચી દીધો. તેણે રિયોના દર્દને ભૂલાવીને ટોક્યો ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો. ચાનૂ ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી પણ બની. તેણે મહિલાઓના 49 કિલોગ્રામ વજનમાં મેડલ જીત્યો.
પિત્ઝા ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી:
ઐતિહાસિક મેડલ જીત્યા પછી મીરાબાઈએ PIZZA અને આઈસક્રીમ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં કહ્યું હતું કે તેણે મહિનાઓથી પોતાનું ફેવરિટ ખાવાનું ખાધું નથી. મેં મહિનાથી પિત્ઝા અને આઈસક્રીમ ખાધા નથી. તેની આ કોમેન્ટ પછી ડોમિનો ઈન્ડિયાએ મીરાબાઈને આજીવન ફ્રી PIZZA આપવાની ઓફર કરી છે.
Just heard @mirabai_chanu on @ndtv with @Vimalsports. She says the first thing she wants to do is eat a pizza 🍕 after all the hard training 😀 #SilverMedal
— Nidhi Razdan (@Nidhi) July 24, 2021
ડોમિનો ઈન્ડિયાએ શું લખ્યું:
ડોમિનો ઈન્ડિયાએ ટ્વિટર પર લખ્યું કે મેડલ ઘરે લાવવા પર ખૂબ-ખૂબ શુભકામના. તમે એક અરબથી વધારે ભારતીયોનું સપનું પૂરું કર્યું છે. તેનાથી વધારે ખુશીની વાત બીજી નહીં હોય કે અમે તમને આજીવન ફ્રીમાં PIZZA આપીશું. વધુ એકવાર અભિનંદન.
મીરાબાઈએ શું કહ્યું હતું:
મીરાબાઈએ કહ્યું કે રિયો ઓલિમ્પિકમાં અસફળ રહ્યા પછી હું ઘણી નિરાશ હતી. મેં 2018ના કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો હતો. તેના પછી મેં ઓલિમ્પિક વિશે વિચારવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે મેં ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું જોયું હતું.
Anupamaa છોડી દેશે વનરાજનો સાથ, કાવ્યા સંભાળશે કૈફેની બાગડોર, જાણો અંદરની વાત
'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે