Home> LifeStyle
Advertisement
Prev
Next

રાતની બચેલી રોટલીમાંથી બનશે એવુ ફેસ સ્ક્રબ, જે ડ્રાય સ્કીનને ચમકાવશે

ભારતીય ભોજનમાં રોટલી મહત્વનો આહાર છે. દરેક પરિવારમાં રોજ રોટલી તો બનતી જ હોય છે. આ રોટલી બચતી પણ હોય છે. આવામાં અનેક લોકો રાત્રે બચેલી વાસી રોટલીને ખાવાનું પસંદ નથી કરતા અને તેને ફેંકી દે છે. પરંતુ શુ તમે જાણો છો કે, વાસી રોટલી તમારા મોટા કામમાં આવી શકે છે. તેના એટલા ફાયદા છે કે તમે વિચારી પણ નથી શક્તા.

રાતની બચેલી રોટલીમાંથી બનશે એવુ ફેસ સ્ક્રબ, જે ડ્રાય સ્કીનને ચમકાવશે

ઝી મીડિયા/બ્યૂરો :ભારતીય ભોજનમાં રોટલી મહત્વનો આહાર છે. દરેક પરિવારમાં રોજ રોટલી તો બનતી જ હોય છે. આ રોટલી બચતી પણ હોય છે. આવામાં અનેક લોકો રાત્રે બચેલી વાસી રોટલીને ખાવાનું પસંદ નથી કરતા અને તેને ફેંકી દે છે. પરંતુ શુ તમે જાણો છો કે, વાસી રોટલી તમારા મોટા કામમાં આવી શકે છે. તેના એટલા ફાયદા છે કે તમે વિચારી પણ નથી શક્તા.

fallbacks

વાસી રોટલી સ્કીન માટે બહુ જ ફાયદાકારક સાબિત થાય છે. ડ્રાય સ્કીનવાળા લોકો માટે વાસી રોટલીનો ઉપયોગ ફાયદો કરાવી શકે છે. ડ્રાય સ્કીનવાળા લોકો વાસી રોટલીનો ઉપયોગ નેચરલ સ્ક્રબ (Face Scrub) ના રૂપમાં કરી શકે છે. 

આ પણ વાંચો : મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ : ભાઈની નજર સામે જ PI દેસાઈ કારમાં સ્વીટીની લાશ લઈને નીકળ્યો હતો

વાસી રોટલીમાંથી સ્ક્રબ બનાવવાની રીત

  • 1 બચેલી વાસી રોટલી
  • 1 ચમચી ઓટ્સ
  • 1 ચમચી મલાઈ
  • ચપટી ભરેલી હળદર
  • 1 ચમચી ગુલાબજળ

આ પણ વાંચો : ગુરુના ચરણોમાં માતાપિતાએ ધરી દીધુ પોતાનું સંતાન, ગુરુદક્ષિણાનો અનોખો કિસ્સો 

વાસી રોટલીમાંથી સ્ક્રબ બનાવવાની રીત 

વાસી રોટલીમાંથી સ્ક્રબ બનાવવા માટે સૌથી પહેલા વાસી રોટલીને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. તેનો પાવડર બનાવી લો. મિક્સરમાં ઓટ્સનો પણ ઝીણો પાવડર બનાવી લો. હવે તેમાં ગુલાબ જળ, મલાઈ, ઓટ્સ અને હળદર મિક્સ કરો. આ તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. તેને ચહેરા અને ગરદન પર લગાવો. જો તમારું સ્ક્રબ વધી ગયુ છે તો તેને હાથ પર પણ લગાવી શકો છો. 

આ પણ વાંચો : ગુજરાતમાં મહારાષ્ટ્ર જેવા વરસાદની આગાહી, આવી શકે છે પાણીનું સંકટ 

10 મિનિટ સુધી આ સ્ક્રબને તમારા ચહેરા પર લગાવીને રાખો. હવે આંગળીઓ પર પાણી લગાવીને સરક્યુલર મોશનમાં ચહેરો, ગરદન અને હાથ પર મસાજ કરો. તેના પછી ઠંડા પાણીથી મોઢુ ધોઈ લો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More