Home> Sports
Advertisement
Prev
Next

ડેવિડ મિલરની તોફાની સદી ના આવી કામ, દક્ષિણ આફ્રિકાને હરાવી ન્યુઝીલેન્ડની ફાઈનલમાં એન્ટ્રી

NZ vs SA Semi Final: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી સેમિફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે.

ડેવિડ મિલરની તોફાની સદી ના આવી કામ, દક્ષિણ આફ્રિકાને હરાવી ન્યુઝીલેન્ડની ફાઈનલમાં એન્ટ્રી

NZ vs SA Semi Final: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી સેમિફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડ દક્ષિણ આફ્રિકાને 50 રનથી હરાવ્યું છે. આ સાથે ન્યુઝીલેન્ડે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે અને હવે ફાઇનલમાં તેનો મુકાબલો ભારત સાથે થશે. આ પહેલા 4 માર્ચે ટીમ ઈન્ડિયાએ પ્રથમ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું હતું. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ 9 માર્ચે દુબઈમાં રમાશે.

fallbacks

આ સેમિફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. કિવી બેટ્સમેનોએ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં તબાહી મચાવી હતી. ન્યુઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્ર અને કેન વિલિયમસને સદીની ઇનિંગ્સ રમી હતી. રવિન્દ્રએ 108 રન અને વિલિયમસને 102 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરોમાં ગ્લેન ફિલિપ્સે 49 રનની તોફાની ઇનિંગ રમી અને ન્યુઝીલેન્ડને 362 રનનો રેકોર્ડ સ્કોર હાંસલ કરવામાં મદદ કરી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો આ સર્વોચ્ચ સ્કોર હતો.

શા માટે છોકરીઓને પસંદ આવે છે મોટી ઉંમરના પુરુષો? તેની પાછળનું આ છે મોટું કારણ

દક્ષિણ આફ્રિકા પર ફરી લાગ્યું ચોકર્સનું ટેગ
દક્ષિણ આફ્રિકા હમેંશા ICC ટુર્નામેન્ટની સેમીફાઈનલ અને ફાઈનલમાં હારી જાય છે. આ કારણોસર તેને ચોકર્સનું ટેગ આપવામાં આવ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલમાં પણ કંઈક આવું જ થયું હતું. આ એ જ દક્ષિણ આફ્રિકાની ટીમ છે, જે ગ્રુપ સ્ટેજમાં એક પણ મેચ હારી નથી અને ગ્રુપ બીમાં ટોપ પર રહીને સેમીફાઈનલમાં પહોંચી હતી.

અહીં સુંદર પત્ની મળશે ભાડે!લોકો પૈસાથી એન્જોય કરે છે લક્ઝરી લાઇફ,ટૂરિસ્ટ કરે છે હાયર

ડેવિડ મિલરની સદી ગઈ વ્યર્થ 
દક્ષિણ આફ્રિકાને રેકોર્ડ 363 રનનો લક્ષ્યાંક હાંસલ કરવાનો હતો. કેપ્ટન ટેમ્બા બાવુમાએ 56 રન બનાવ્યા અને રાસી વાન ડેર ડુસેને 69 રનની અડધી સદી ફટકારી હતી પરંતુ મધ્ય ઓવરોમાં કોઈ મોટી ભાગીદારી થઈ શકી નહીં. ડેવિડ મિલરે ચોક્કસપણે 67 બોલમાં 100 રનની તોફાની સદી ફટકારી હતી. આ સદીની ઈનિંગમાં તેણે 10 ચોગ્ગા અને 4 સિક્સર ફટકાર્યા હતા. પરંતુ તે પોતાની ટીમને જીત સુધી લઈ જઈ શક્યો નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More