ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટીને લઈ મોટા સમાચાર આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠન મુદ્દે મહત્વની જાણકારી સામે આવી છે. ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામ પર મહોર લગાવી દીધી છે. જિલ્લા અને શહેર પ્રમુખોના લિસ્ટને લીલીઝંડી મળી ગઈ છે. આવતીકાલે ભારતીય જનતા પાર્ટી શહેર અને જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરશે.
ભાજપ સંગઠનને લઈને મહત્વના સમાચાર
ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી તૈયાર કરી લીધી છે. ક્લસ્ટર ઈન્ચાર્જ અને જિલ્લા શહેર ચૂંટણી અધિકારીઓને બંધ કવરમાં નામ સોંપી દેવામાં આવ્યા છે. હવે ગુરૂવાર 6 માર્ચે આ નામોની જાહેરાત કરવામાં આવશે. ભાજપ 60થી 70 ટકા જેટલા શહેર અને જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરશે.
આ પણ વાંચોઃ ભાજપે જૂનાગઢ મનપા અને અન્ય નગરપાલિકામાં હોદ્દેદારોની કરી નિમણૂંક, જાણો કોને મળી તક
ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર અને જિલ્લા ભાજપની બેઠકમાં બંધ કવર ખોલી નામોની જાહેરાત કરવામાં આવશે. ભાજપ 70 ટકા જેટલા શહેર-જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરી દેવામાં આવશે. જ્યારે બાકીના 30 ટકા શહેર અને જિલ્લા પ્રમુખોના નામ નવા પ્રદેશ પ્રમુખ જાહેર કરશે.
ભાજપને જલ્દી મળશે નવા પ્રદેશ પ્રમુખ
ભારતીય જનતા પાર્ટી જિલ્લા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત બાદ ટૂંક સમયમાં ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરી શકે છે. વર્તમાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે અને હવે ભાજપને તેમના સ્થાને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે