નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ એન્ટીગામાં ચાલી રહેલી ટેસ્ટ મેચમાં શાનદાર અડધી સદી ફટકાર્યા બાદ ભારતના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ કહ્યું કે, તે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને એક સમયે તેનો સ્કોર 6 વિકેટ પર 189 રન થઈ ગયો હતો. પરંતુ જાડેજાએ 58 રનની મદદથી મહેમાન ભારતીય ટીમ 297 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી.
જાડેજાએ મેચ બાદ કહ્યું, 'જ્યારે હું બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે મેં માત્ર શાનદાર બેટિંગ કરવા વિશે વિચાર્યું. હું ટેલેન્ડર્સની સાથે સારી બેટિંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. હું માત્ર મારી રમત વિશે વિંચિત હતો, મેં મેદાનમાં મારૂ સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.'
જાડેજાએ મેચમાં ઈશાંત શર્માની સાથે 60 રનની મહત્વની ભાગીદારી કરી હતી. તેણે કહ્યું, 'મેં માત્ર એક ભાગીદારી બનાવવાનો પ્રયત્ન કર્યો. હું સતત ઈશાંત સાથે વાત કરી રહ્યો હતો, અને અમે લાંબા સમય સુધી ક્રીઝ પર રહેવા વિશે વાત કરી. અમે એક સમયેએક ઓવર વિશે વિચારી રહ્યાં હતા.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે