Home> Sports
Advertisement
Prev
Next

RCB vs RR ક્વોલિફાયર 2 IPL 2022: બેંગ્લોર-રાજસ્થાન વચ્ચેની મેચ કેન્સલ થશે તો શું થશે, ફાઇનલમાં કોને મળશે સ્થાન?

RCB vs RR Qualifier 2 IPL 2022: આજે ક્લોલિફાયર 2ની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. ફાઈનલની મેચ પણ આજ મેદાન પર 29 મેના રોજ રમાશે. હવે ફેન્સના મનમાં એક સવાલ ઉદ્દભવી રહ્યો છે કે જો વરસાદ કે અન્ય કોઈ કારણોસર ક્વોલિફાયર-2 મેચ ના રમાઈ શકે કે રદ્દ થાય છે તો શું થશે?

 RCB vs RR ક્વોલિફાયર 2 IPL 2022: બેંગ્લોર-રાજસ્થાન વચ્ચેની મેચ કેન્સલ થશે તો શું થશે, ફાઇનલમાં કોને મળશે સ્થાન?

અમદાવાદ: આઈપીએલનો રોમાંચ હવે આખરી તબક્કામાં પ્રવેશી ગયો છે. આજે રોયલ ચેલેંજર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે આજે ક્વોલિફાયર 2 મેચ રમાશે. આ મેચ જીતનાર ટીમ ફાઈનલમાં પહોંચશે અને ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ ટ્રોફી માટે મેચ રમશે.

fallbacks

આજે ક્લોલિફાયર 2ની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. ફાઈનલની મેચ પણ આજ મેદાન પર 29 મેના રોજ રમાશે. હવે ફેન્સના મનમાં એક સવાલ ઉદ્દભવી રહ્યો છે કે જો વરસાદ કે અન્ય કોઈ કારણોસર ક્વોલિફાયર-2 મેચ ના રમાઈ શકે કે રદ્દ થાય છે તો શું થશે? કંઈ ટીમ ફાઈનલમાં પહોંચશે.

રિદ્ધિમાન સાહાએ અધવચ્ચે છોડ્યો ટીમનો સાથ, એક નિવેદનના કારણે વિવાદ વકર્યો; વોટ્સએપ ગ્રુપમાંથી પણ લેફ્ટ

રિઝર્વ ડે માત્ર ફાઈનલમાં, ક્વોલિફાયર માટે નહીં
શું ક્વોલિફાયર-2 મુકાબલામાં એક પણ બોલ રમ્યા વગર કોઈ ટીમને વિજેતા જાહેર કરી શકાય છે? આવા પ્રકારના સવાલના જવાબ ચાહકોના મનમાં ઉદ્દભવી રહ્યા હશે. તો અમે તમને જણાવી દઈએ કે, નિયમ અનુસાર એલિમિનેટરની જેમ ક્વોલિફાયર માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી, એટલે આ મેચનો નિર્ણય આજે જ આવશે. રિઝર્વ ડે માત્ર ફાઈનલ મેચ માટે હોય છે. એવામાં જાણો પરિણામ લાવવા માટે શું શું થઈ શકે છે.

IPL 2022 Qualifier 2: અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે RR Vs RCBની મેચ, જાણો પિચ અને મૌસમ રિપોર્ટ

- જો કોઈ કારણોસર ટોસમાં મોડું થાય છે, તો મેચમાં વધારેમાં વધારે 2 કલાક અને 10 મિનિટ સુધી રાહ જોવામાં આવે છે. આ સ્થિતિમાં 20-20 ઓવરોની જ મેચ રમાડવામાં આવશે.
- જો કોઈ કારણોસર એક્સ્ટ્રા ટાઈમ આપવા છતાં પણ મેચ શરૂ થતી નથી, ત્યારે બન્ને ટીમનો વચ્ચે 5-5 ઓવરોની મેચ રમાડવામાં આવશે.
- જો 5-5 ઓવરોની મેચ પણ સંભવ ના બને તો, ત્યારે સુપર ઓવર મારફતે પરિણામ કાઢવામાં આવશે.
- જો વરસાદ અથવા તો કોઈ અન્ય કારણોસર સુપર ઓવર પણ શક્ય ના બને અને મેચમાં એક પણ બોલ નાંખવામાં આવ્યો નથી, ત્યારે તે સ્થિતિમાં પોઈન્ટ ટેબલમાં અંકોના હિસાબથી રાજસ્થાન રોયલ્સને વિજેતા જાહેર કરવામાં આવશે.

IPL 2022: આ ક્રિકેટરની પત્નીએ અચાનક જોસ બટલરને ગણાવ્યો તેનો 'બીજો પતિ', જાણો શું છે આખો મામલો?

તમને જણાવી દઈએ કે, પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન ટીમે 18 પોઈન્ટની સાથે બીજા નંબર પર રહીને ક્વોલિફાયર કર્યું હતું. જ્યારે બેંગ્લોર ચોથા સ્થાન પર રહી હતી. આરસીબીના 16 જ પોઈન્ટ હતા. એવામાં બેંગ્લોરનું પત્તું સાફ થઈ જશે એટલે કે વિરાટ કોહલીનું એવોર્ડ જીતવાનું સપનું આ વખતે ફરીથી તૂટી જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More