Rishabh Pant : રિષભ પંતે ઈતિહાસ રચ્યો છે. પંત ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટની બંને ઇનિંગમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બેટ્સમેન બન્યો છે. તેની પહેલા આ સિદ્ધિ મેળવી શક્યું નથી. પંતે બંને ઇનિંગમાં પોતાની ખાસ શૈલીમાં બેટિંગ કરી અને ઈંગ્લેન્ડના બોલરોને સ્તબ્ધ કરી દીધા. પંતે પહેલી ઇનિંગમાં 126 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને 134 રનની સારી ઇનિંગ રમી હતી. હવે પંતે બીજી ઇનિંગમાં પણ સદી ફટકારી છે. બીજી ઇનિંગમાં પંતે 100 રન પૂરા કરવા માટે 130 બોલ લીધા હતા. આ ઇનિંગમાં 2 છગ્ગા અને 13 ચોગ્ગાનો સમાવેશ થાય છે. પંતે આ ઇનિંગ સાથે 4 દિગ્ગજોને પાછળ છોડ્યા છે.
પંતે આ 4 દિગ્ગજોને પાછળ છોડ્યા
આ સદી સાથે રિષભ પંત સૌથી વધુ સદી ફટકારનાર વિશ્વનો ચોથો વિકેટકીપર બેટ્સમેન બન્યો છે. તેણે પોતાની કારકિર્દીની 7મી સદી ફટકારી છે અને 4 દિગ્ગજ બીજે વોટલિંગ, કુમાર સંગાકારા, મેટ પ્રાયર અને એબી ડી વિલિયર્સને પાછળ છોડી દીધા છે. વિકેટકીપર બેટ્સમેન તરીકે ટેસ્ટમાં સૌથી વધુ સદીઓનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડી એડમ ગિલક્રિસ્ટના નામે છે, જેણે 17 સદી ફટકારી હતી.
ભારતને વર્લ્ડ કપ જીતાડ્યો, પછી આ કેપ્ટને અચાનક બદલ્યો દેશ
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદીઓનો રેકોર્ડ
ભારત માટે ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનારા બેટ્સમેન
રિષભ પંત ઇંગ્લેન્ડની ધરતી પર દેશ માટે બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર ભારતના પ્રથમ વિકેટકીપર બેટ્સમેન બન્યો છે. પંત પહેલા, ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં કોઈ આ કરી શક્યું નથી. અત્યાર સુધી 7 ભારતીય ખેલાડીઓ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં આ કારનામું કરી ચૂક્યા છે. સુનિલ ગાવસ્કરે 3 વખત આ કારનામું કર્યું હતું. રાહુલ દ્રવિડે 2 વખત આ કરી ચૂક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે