Home> Sports
Advertisement
Prev
Next

ઈજાગ્રસ્ત છતાં માન્ચેસ્ટરમાં બેટિંગ કરવા ઉતરશે રિષભ પંત, આ ખેલાડી કરશે વિકેટકીપિંગ, BCCIએ આપ્યું અપડેટ

Rishabh Pant injury update : માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં રિષભ પંત બેટિંગ માટે ઉપલબ્ધ રહેશે. BCCIએ આ અંગે અપડેટ આપ્યું છે. BCCIએ કહ્યું કે બીજા દિવસની રમત માટે રિષભ પંત ટીમ સાથે જોડાયો છે.

ઈજાગ્રસ્ત છતાં માન્ચેસ્ટરમાં બેટિંગ કરવા ઉતરશે રિષભ પંત, આ ખેલાડી કરશે વિકેટકીપિંગ, BCCIએ આપ્યું અપડેટ

Rishabh Pant injury update : ઈજા છતાં રિષભ પંત માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં બેટિંગ માટે ઉપલબ્ધ રહેશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ અંગે અપડેટ આપ્યું છે. BCCIએ કહ્યું કે ઋષભ પંત બીજા દિવસની રમત માટે ટીમમાં જોડાયો છે અને જરૂર પડ્યે બેટિંગ કરશે. જોકે, BCCI એ સ્પષ્ટતા કરી કે રિષભ હવે આ મેચમાં વિકેટકીપિંગ નહીં કરે. વિકેટકીપિંગની જવાબદારી ધ્રુવ જુરેલ કરશે.

fallbacks

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ODI અને 3 T20 મેચની જાહેરાત, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

BCCIએ કહ્યું કે, 'રિષભ પંતને માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે જમણા પગમાં ઈજા થઈ હતી. આ કારણોસર તે હવે આ ટેસ્ટ મેચમાં વિકેટકીપિંગ નહીં કરે. તેના સ્થાને ધ્રુવ જુરેલને વિકેટકીપિંગની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે, ઈજા છતાં, રિષભ પંત બીજા દિવસે ટીમ સાથે હાજર રહેશે અને જરૂર પડ્યે બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરશે.

 

 

માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે એટલે કે 23 જુલાઈના રોજ બેટિંગ કરતી વખતે રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. ફાસ્ટ બોલર ક્રિસ વોક્સના બોલ પર શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે પંત ઈજાગ્રસ્ત થયો હતો. બોલ તેના જમણા પગના અંગૂઠામાં વાગ્યો હતો, જેના કારણે તે ભાગ સૂજી ગયો હતો. ફિઝિયોએ પંતની સારવાર કરી, પરંતુ તે ઊભા રહેવાની સ્થિતિમાં નહોતો. તેથી તેને એમ્બ્યુલન્સ દ્વારા મેદાનની બહાર લઈ જવામાં આવ્યો. 37 રન બનાવ્યા બાદ પંત રિટાયર્ડ હર્ટ થયો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More