Rishabh Pant Injury Update : માન્ચેસ્ટર ટેસ્ટ દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતના જમણા પગના અંગૂઠામાં ફ્રેક્ચર હોવાની પુષ્ટિ થઈ છે. ડોક્ટરોએ તેને ઓછામાં ઓછા 6 અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી છે. પંતની વાપસી અંગે હજુ પણ સસ્પેન્સ છે. માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે ઇજાગ્રસ્ત થયા બાદ તેને મેદાન છોડવું પડ્યું હતું.
ભારતની ઇનિંગ્સની 68મી ઓવરમાં જ્યારે પંત 37 રન પર બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેણે ઇંગ્લેન્ડના બોલર ક્રિસ વોક્સ સામે રિવર્સ સ્વીપ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના જૂતા પર વાગ્યો. બોલ તેના બેટની અંદરની ધારને વાગીને પગના અંગૂઠામાં વાગ્યો.
આ પછી, પંત જમીન પર સૂઈ ગયો અને પીડાથી કણસવા લાગ્યો. તેનો પગ પર સોજો આવી ગયો હતો અને લોહી વહેતું હતું. તે ચાલી શકતો નહોતો અને ફિઝિયોની મદદથી તેને મેડિકલ ટીમની કારમાં મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો.
માન્ચેસ્ટરમાં શુભમન ગિલ બન્યો ગેરવર્તણૂકનો શિકાર, ઇંગ્લિશ ફેન્સે કરી શર્મનાક હરકત
BCCIના સૂત્રોએ જણાવ્યું હતું કે, 'સ્કેનમાં ફ્રેક્ચર જોવા મળ્યું છે. તે 6 અઠવાડિયા સુધી રમી શકશે નહીં. મેડિકલ ટીમ જોઈ રહી છે કે શું તે પેઇનકિલર્સ લીધા પછી ફરીથી બેટિંગ કરી શકે છે, પરંતુ હાલમાં તે ચાલી પણ શકતો નથી, તેથી તેના ફરીથી રમવાની શક્યતા ખૂબ ઓછી છે.'
આ દરમિયાન, પસંદગી સમિતિએ ઇશાન કિશનને અંતિમ ટેસ્ટ (31 જુલાઈથી 4 ઓગસ્ટ, ઓવલ) માટે ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે કારણ કે પંત હવે તે મેચમાં રમી શકશે નહીં. ભારત પહેલેથી જ ઇજાની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી પહેલાથી જ બહાર છે અને ઝડપી બોલર આકાશ દીપ અને અર્શદીપ સિંહ પણ ઈજાના કારણે ચોથી ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે