Home> World
Advertisement
Prev
Next

Russian plane crash: હવામાં ગાયબ થયા બાદ અંગારા એરલાઇનનું વિમાન ક્રેશ, 49 મુસાફરોના મોત

Russian plane crash: રશિયાનું એક પેસેન્જર વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું છે. અચાનક હવામાં ગાયબ થયા બાદ આ વિમાન ક્રેશ થયું છે. ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 49 લોકોના મોત થયા છે.
 

Russian plane crash: હવામાં ગાયબ થયા બાદ અંગારા એરલાઇનનું વિમાન ક્રેશ, 49 મુસાફરોના મોત

નવી દિલ્હીઃ રશિયાનું એક પેસેન્જર પ્લેન ગુરૂવારે લાપતા થઈ ગયું હતું, પરંતુ હવે સામે આવ્યું કે આ વિમાન ક્રેશ થઈ ગયું છે. રોયટર્સના રિપોર્ટ પ્રમાણે આ યાત્રી વિમાનમાં 49 લોકો સવાર હતા. દુર્ઘટનાને કારણે વિમાનમાં સવાર તમામ 49 લોકોના મોત થયા છે. અંગારા એરલાયન્સની ફ્લાઇટ ચીનની સરહદ નજીક આવેલા અમૂર વિસ્તારના ટિંડા શહેર તરફ જઈ રહી હતી. પરંતુ વચ્ચે તેનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો હતો. હવે રશિયન મીડિયાએ દાવો કર્યો છે કે પ્લેનનો કાટમાળ મળ્યો છે.

fallbacks

રશિયન ન્યૂઝ એજન્સી ઈન્ટરફેક્સના રિપોર્ટ પ્રમાણે રશિયાનું An-24 પેસેન્જર પ્લેન ટિંડા એરપોર્ટ પર લેન્ડિંગના પ્રયાસમાં હતું, પરંતુ તેનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ રહ્યો. તો બીજા પ્રયાસ માટે આકાશમાં ચક્કર લગાવી રહ્યું હતું અને ત્યારબાદ લાપતા થઈ ગયું. સ્થાનીક ગવર્નર વાસિલી ઓરવોલે કહ્યુ કે શરૂઆતી આંકડા અનુસાર વિમાનમાં પાંચ બાળકો સહિત 43 યાત્રી અને છ ક્રૂ સભ્યો સવાર હતા. વિમાન ક્રેશ બાધ બધાના મોત થયા છે.

વિમાન દુર્ઘટના અંગે એરપોર્ટ અધિકારીઓએ મહત્વપૂર્ણ માહિતી આપી 
ટિંડા એરપોર્ટના અધિકારીઓએ કહ્યું છે કે પાયલોટ બીજી વખત લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેની ભૂલ અંગે કંઈ કરી શકાય નહીં. અંગારા એરલાઇન્સનું આ વિમાન અચાનક રડાર પરથી ગાયબ થઈ ગયું. પ્રાદેશિક કટોકટી મંત્રાલયે જણાવ્યું હતું કે એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયાના થોડીવાર પછી, બચાવ ટીમે વિમાન દુર્ઘટના અંગે શંકા વ્યક્ત કરી હતી.

છ સભ્યો અને 44 અન્ય મુસાફરો સવાર હતા
તમને જણાવી દઈએ કે આ વિમાન બ્લાગોવેશેન્સ્કથી ટિંડા વચ્ચે લગભગ 570 કિમીની ઉડાન ભરી રહ્યું હતું. વિમાનમાં છ ક્રૂ સભ્યો અને 43 અન્ય મુસાફરો સવાર હતા. વિમાને તેની સામાન્ય ઉડાન શરૂ કરી હતી, પરંતુ અચાનક તેનો ATC (એર ટ્રાફિક કંટ્રોલ) સાથેનો સંપર્ક તૂટી ગયો.

પહેલા સંપર્ક તૂટી ગયો, પછી રડાર પરથી ગાયબ થઈ ગયું
ATS સાથે સંપર્ક તૂટી ગયા પછી, વિમાનમાંથી કોઈ માહિતી મળી રહી ન હતી. આ પછી, વિમાનના રડાર પર પણ તેની સ્થિતિ દેખાતી ન હતી. કટોકટી સેવાઓ અનુસાર, વિમાન તેના ગંતવ્ય સ્થાનથી ઘણા કિલોમીટર પહેલા રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. આ ઘટનાએ શોધ અને બચાવ કામગીરીને પડકારજનક બનાવી દીધી છે.

મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે બચાવમાં વિલંબ થયો
જે વિસ્તારમાં આ અકસ્માત થયો તે મુખ્યત્વે બોરિયલ જંગલ (તાઈગા) થી ઘેરાયેલો છે. આ ગાઢ જંગલો અને દુર્ગમ વિસ્તારો છે, જે બચાવ કામગીરીને ખૂબ મુશ્કેલ બનાવી રહ્યા છે. હેલિકોપ્ટર અને અન્ય કટોકટી સાધનોનો ઉપયોગ કરીને આ વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે બચાવમાં વિલંબ થઈ રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More