Home> Sports
Advertisement
Prev
Next

6,6,6,6,6,6...રિયાન પરાગે ફટકારી સતત 6 સિકસર, છતાં ના કરી શક્યો યુવરાજ સિંહની બરાબરી

Riyan Parag : રિયાન પરાગે IPL 2025માં ધમાલ મચાવી દીધી છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા પરાગે KKR સામે સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા હતા. આમાંથી તેણે મોઈન અલીના ઓવરમાં જ 5 છગ્ગા ફટકાર્યા હતા.
 

6,6,6,6,6,6...રિયાન પરાગે ફટકારી સતત 6 સિકસર, છતાં ના કરી શક્યો યુવરાજ સિંહની બરાબરી

Riyan Parag : IPL 2025માં રવિવારે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ હતી. ભલે આ રોમાંચક મેચમાં રાજસ્થાનને એક રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ મેચમાં રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા હતા. આમાં એક જ ઓવરમાં સતત 5 છગ્ગા આવ્યા હતા. આ પછી જ્યારે તેને બીજી ઓવરમાં તક મળી, ત્યારે તેણે વધુ એક સિક્સર ફટકારી હતી. આ ઇનિંગના આધારે રિયાન પરાગે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ મેચમાં રિયાન પરાગે 45 બોલમાં 95 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

fallbacks

'વનડે'માં ફટકાર્યા 500 રન...ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર બન્યો આ અશક્ય રેકોર્ડ

પરાગે 6 સિક્સર ફટકારી

રિયાન પરાગે પોતાની ઇનિંગમાં સતત છ સિક્સર ફટકારી હતી. પહેલા, તેણે 13મી ઓવરમાં મોઈન અલીના છેલ્લા પાંચ બોલ પર 5 સિક્સર ફટકારી હહતી.ત્યારબાદ તેણે 14મી ઓવરમાં વરુણ ચક્રવર્તીના બીજા બોલ પર સિક્સર ફટકારી. શિમરોન હેટમાયરે પહેલા બોલ પર એક સિંગલ લીધો હતો.

 

આ રીતે રિયાન પરાગે સતત છ સિક્સર ફટકારી, પરંતુ તે એક ઓવરમાં નહોતી આવી. આ કારણે તેને રવિ શાસ્ત્રી અને યુવરાજ સિંહ જેવા ક્રિકેટરોએ જે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું છે તે મળ્યું નથી. રવિ શાસ્ત્રીએ રણજી ટ્રોફીમાં એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી અને યુવરાજ સિંહે ટી20 વર્લ્ડ કપમાં એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી.

રિયાન પરાગ સદી ચૂક્યો

આ મેચમાં રિયાન પરાગ પોતાની સદી ચૂકી ગયો હતો. આ મેચમાં રિયાન 45 બોલમાં 95 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 8 લાંબી સિક્સ ફટકારી હતી. તેમ છતાં આ ખેલાડી તેની સદી પહેલા 5 રન પહેલા હર્ષિત રાણાના હાથે કેચ આઉટ થયો.

IPLમાં એક ઓવરમાં 5 સિક્સર ફટકારનારા ખેલાડી

  • ક્રિસ ગેલ vs રાહુલ શર્મા, 2012
  • રાહુલ તેવટિયા vs શેલ્ડન કોટ્રેલ, 2020
  • રવિન્દ્ર જાડેજા vs હર્ષલ પટેલ, 2021
  • રિંકુ સિંહ vs યશ દયાલ, 2023
  • રિયાન પરાગ vs મોઈન અલી, 2025*

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More