Home> Gujarat
Advertisement
Prev
Next

GSEB HSC Result 2025 ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, જાણો ક્યાં જિલ્લામાં કેટલા ટકા પરિણામ આવ્યું?

GSEB HSC Result 2025: ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે 10:30 કલાકે જાહેર થયુ છે. જેમાં ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7 ટકા આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો અગ્રેસર રહ્યો છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ વડોદરા જિલ્લાનું આવ્યું છે. 

GSEB HSC Result 2025 ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, જાણો ક્યાં જિલ્લામાં કેટલા ટકા પરિણામ આવ્યું?

GSEB HSC Result 2025: ધો. 12 સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી જવા પામી હતી. ધો.12 સામાન્ય પ્રવાહમાં 2 હજાર 5 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં ખાવડા કેંદ્રનું સૌથી ઓછું 52.56 ટકા પરિણામ આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં સપ્રેડા, વાંગધ્રા કેંદ્રનું 100 ટકા પરિણામ જાહેર થયું છે. 

fallbacks

ધો.12 સામાન્ય પ્રવાહમાં ચંદ્રાલા, છાલા, લીમ્બોદ્રા કેંદ્રનું 100 ટકા પરિણામ આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 87.77 ટકા પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી હતી. વિદ્યાર્થિનીઓએ 95.23 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું હતું. જ્યારે વિદ્યાર્થીઓનું 90.78 ટકા પરિણામ આવ્યું હતું.

વિદ્યાર્થીઓની તુલનામાં વિદ્યાર્થીનીઓએ ફરી એક વાર મારી બાજી
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર કરાયું છે. 3,62,506 પરિક્ષાર્થીઓ પૈકી 3,37,387 વિધાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. વિધાર્થીઓનું 90.78 ટકા અને વિધાર્થીનીઓનું  95.23 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષની સરખામણીની તુલનામાં આ વર્ષે 1.14 ટકા પરિણામ વધુ આવ્યું છે. ગત વર્ષ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું હતું. 100 ટકા પરિણામ ધરાવતા કેન્દ્રોમાં સપ્રેડા વાંગધ્રા ચંદ્રાલા લીંબોદરા અને મીઠાપુર કેન્દ્રનો સમાવેશ થાય છે. 52.56 ટકા પરિણામ સાથે ખાવડા સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે. 97.20 ટકા પરિણામ સાથે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ પરિણામ આવ્યું છે. 87.77 ટકા પરિણામ સાથે વડોદરા જિલ્લામાં સૌથી ઓછું પરિણામ આવ્યું છે. 100 ટકા પરિણામ ધરાવતી 2005 શાળાઓ છે. 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી 21 શાળાઓ હોય છે. વ્યવસાયલક્ષી પ્રવાહનું 90.81 ટકા અને ઉત્તર બુનિયાદી શાળાઓનું 94.04 ટકા પરિણામ આવ્યું છે.

અમદાવાદ શહેરનું 89.21 ટકા
ધો.12 સામાન્ય પ્રવાહમાં અમદાવાદ શહેરનું 89.21 ટકા, અમદાવાદ જિલ્લાનું 90.95 ટકા, અમરેલી જિલ્લાનું 91.19 ટકા, કચ્છ જિલ્લાનું 95.5 ટકા પરિણામ, ખેડા જિલ્લાનું 88.7 ટકા પરિણામ, જામનગર જિલ્લાનું 93.61 ટકા પરિણામ, જૂનાગઢ જિલ્લાનું 89.15 ટકા પરિણામ, પંચમહાલ જિલ્લાનું 89.73 ટકા પરિણામ, ભરૂચ જિલ્લાનું 93.33 ટકા પરિણામ, ભાવનગરનું 95.82 ટકા પરિણામ, મહેસાણા જિલ્લાનું 95.5 ટકા પરિણામ, રાજકોટ જિલ્લાનું 93.66 ટકા પરિણામ, વલસાડમાં 89.52 ટકા પરિણામ, સાબરકાંઠામાં 92.10 ટકા પરિણામ, સુરત જિલ્લાનું 93.97 ટકા પરિણામ, સુરેંદ્રનગર જિલ્લાનું 95.76 ટકા પરિણામ, આણંદ જિલ્લાનું 93.46 ટકા પરિણામ, પાટણ જિલ્લાનું 93.6 ટકા પરિણામ મળ્યું હતું.

જાણો સામાન્ય પ્રવાહમાં જિલ્લાવાર પરિણામ જાહેર
ધો.12 સામાન્ય પ્રવાહમાં જામનગર જિલ્લાનું 93.61 ટકા પરિણામ, ધો.12 સામાન્ય પ્રવાહમાં જૂનાગઢ જિલ્લાનું 89.15 ટકા પરિણામ, ધો.12 સામાન્ય પ્રવાહમાં પંચમહાલ જિલ્લાનું 89.73 ટકા પરિણામ, ધો.12 સામાન્ય પ્રવાહમાં ભરૂચ જિલ્લાનું 93.33 ટકા પરિણામ, ધો.12 સામાન્ય પ્રવાહમાં ભાવનગરનું 95.82 ટકા પરિણામ, ધો.12 સામાન્ય પ્રવાહમાં મહેસાણા જિલ્લાનું 95.5 ટકા પરિણામ, ધો.12 સામાન્ય પ્રવાહમાં રાજકોટ જિલ્લાનું 93.66 ટકા પરિણામ, ધો.12 સામાન્ય પ્રવાહમાં વલસાડમાં 89.52 ટકા પરિણામ, ધો.12 સામાન્ય પ્રવાહમાં સાબરકાંઠામાં 92.10 ટકા પરિણામ, ધો.12 સામાન્ય પ્રવાહમાં સુરત જિલ્લાનું 93.97 ટકા પરિણામ, ધો.12 સામાન્ય પ્રવાહમાં સુરેંદ્રનગર જિલ્લાનું 95.76 ટકા પરિણામ, ધો.12 સામાન્ય પ્રવાહમાં આણંદ જિલ્લાનું 93.46 ટકા પરિણામ, ધો.12 સામાન્ય પ્રવાહમાં પાટણ જિલ્લાનું 93.6 ટકા પરિણામ, ધો.12 સામાન્ય પ્રવાહમાં નવસારી જિલ્લાનું 95.61 ટકા પરિણામ, ધો.12 સામાન્ય પ્રવાહમાં દાહોદ જિલ્લાનું 93.3 ટકા પરિણામ, ધો.12 સામાન્ય પ્રવાહમાં પોરબંદર જિલ્લાનું 90.84 ટકા પરિણામ

આ રીતે કરી શકો છો પરિણામ
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે તથા WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More