મેલબોર્નઃ ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સાત જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થનારી ત્રીજી ટેસ્ટ મેચ પહેલા બુધવારે ભારતીય ટીમ સાથે જોડાઈ ગયો છે. ભારતીય ટીમે બુધવારે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં રોહિત ટીમ હોટેલમાં પ્રવેશ કરતો જોવા મળી રહ્યો છે. ટીમના ખેલાડીઓએ રોહિતનું શાનદાર સ્વાગત કર્યુ હતુ.
એડિલેડમાં પ્રથમ ટેસ્ટ મેચમાં પોતાના ન્યૂનતમ સ્કોર 36 રન પર આઉટ થયા બાદ ભારતીય ટીમે મેલબોર્નમાં શાનદાર વાપસી કરી ચાર મેચોની સિરીઝ 1-1થી બરોબર કરી છે. હવે રોહિતની વાપસી થતા ટીમને મજબૂતી મળશે.
રોહિત શર્મા હેમસ્ટ્રિંગની ઈજામાંથી સાજા થયા અને સિડનીમાં ક્વોરેન્ટાઇન પૂરુ કર્યા બાદ મેલબોર્નમાં ટીમ સાથે જોડાયો છે.
Look who's joined the squad in Melbourne 😀
A warm welcome for @ImRo45 as he joins the team 🤗#TeamIndia #AUSvIND pic.twitter.com/uw49uPkDvR
— BCCI (@BCCI) December 30, 2020
બીસીસીઆઈએ વીડિયોની સાથે કેપ્શન લખ્યું, જુઓ મેલબોર્નમાં કોણ ટીમ ઈન્ડિયાની સાથે જોડાયો છે. ટીમની સાથે જોડાવા પર રોહિત શર્માનું શાનદાર સ્વાગત.
આ પણ વાંચોઃ ઢાબામાં ઘુસી મોહમ્મદ અઝહરુદ્દીનની કાર, માંડ-માંડ બચ્યા પૂર્વ ભારતીય કેપ્ટન
પોતાની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચમી વખત આઈપીએલ ચેમ્પિયન બનારનાર રોહિત IPL દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેમ છતાં તે ક્વોલિફાયર-1 અને ફાઇનલ મેચ માટે મેદાનમાં ઉતર્યો હતો. ઈજાગ્રસ્ત રોહિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં ગયો હતો.
રોહિત ટેસ્ટ સિરીઝ શરૂ થયા પહેલા ડિસેમ્બરના મધ્યમાં ઓસ્ટ્રેલિયા પહોંચ્યો અને ક્વોરેન્ટાઇન હતો. આ પહેલા ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ મંગળવારે કહ્યુ હતુ કે રોહિત બુધવારે ટીમ સાથે જોડાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે