CSK vs MI : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ત્રીજી મેચ પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચને ક્લાસિકો ઓફ ધ ટુર્નામેન્ટ પણ કહેવામાં આવે છે. ગયા રવિવારે સાંજે ચેપોક સ્ટેડિયમમાં યજમાન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું હતું. મુંબઈ સતત 13મા વર્ષે સિઝનની પ્રથમ મેચ હારી ગયું. આ મેચમાં CSKના પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને રચિન રવિન્દ્ર પણ ચર્ચામાં રહ્યા હતા. પરંતુ હવે મેચનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
BCCIએ છોડ્યો, MIએ જવા દીધો...સનરાઇઝર્સે અપનાવ્યોને ભૂકા કાઢી નાખ્યા
ગાયકવાડ અને ખલીલનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ અને ફાસ્ટ બોલર ખલીલ અહેમદનો એક વીડિયો સોશિયલ મીડિયાના સૌથી ફેમસ પ્લેટફોર્મ ટ્વિટર પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ખલીલ અહેમદ પોતાના ખિસ્સામાંથી કંઈક કાઢીને ગાયકવાડને આપે છે. ગાયકવાડ તેને પોતાના ખિસ્સામાં મુકી દે છે.
Were they doing ball tampering..? 😳
Khaleel gave something to Ruturaj and Ruturaj kept it in his pocket.. What were they hiding.. ? 🧐#IPL2025 #CSKvsMI pic.twitter.com/g1aeVOcuBM
— 𝙂𝙤𝙪𝙧𝙖𝙗🥷🇮🇳 (@gd_cric18) March 24, 2025
જો કે, બંને ખેલાડીઓ વચ્ચે કઈ વસ્તુની આપ-લે થઈ ? આ અંગે કોઈ માહિતી બહાર આવી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે ખેલાડીઓ પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો છે. કેટલાક લોકોએ આ વીડિયો સામે સવાલ ઉઠાવ્યા છે કે શું તે બોલ ટેમ્પરિંગ છે જ્યારે અમુક યુઝર માને છે કે તે બોલ ટેમ્પરિંગ નથી. ખલીલે ગાયકવાડને તેની રિંગ આપી છે.
આ મેચમાં ચેન્નાઈએ મુંબઈને હરાવ્યું હતું
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 9 વિકેટે 155 રન બનાવ્યા હતા. MI તરફથી તિલક વર્માએ સૌથી વધુ 31 રન બનાવ્યા. જ્યારે ચેન્નાઈ તરફથી નૂર અહેમદે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. CSKએ 156 રનનો ટાર્ગેટ 19.1 ઓવરમાં 6 વિકેટના નુકસાને હાંસલ કર્યો હતો. ચેન્નાઈ તરફથી રચિન રવિન્દ્રએ સૌથી વધુ અણનમ 65 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૌથી સફળ બોલર વિગ્નેશ પુથુર રહ્યો, જેણે 3 વિકેટ લીધી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે