નવી દિલ્હીઃ આઠમા પગાર પંચ (8th Pay Commission) ની રચનાને જ્યારથી કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી છે, ત્યારથી સરકારી કર્મચારીઓમાં ખુશીની લહેર છે. લાખો કર્મચારીઓને આશા છે કે આઠમું પગાર પંચ લાગુ થયા બાદ તેના પગારમાં સારો વધારો થઈ જશે.
પરંતુ કેટલાક વિભાગ એવા છે, જે આઠમાં પગાર પંચ હેઠળ આવશે નહીં. એટલે કે આઠમું પગાર પંચ લાગુ થયા બાદ પણ તેનો પગાર વધશે નહીં. આવો તમને આ વિશે વિસ્તારથી જણાવીએ. આ સાથે તે પણ જણાવીશું કે આઠમું પગાર પંચ લાગુ થયા બાદ કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે.
કયા કર્મચારીઓ પર લાગૂ નહીં થાય આઠમું પગાર પંચ
દેશમાં અત્યારે સાતમું પગાર પંચ ચાલી રહ્યું છે. આ પગાર પંચની રચના 2014માં થઈ હતી અને તેને 2016થી લાગુ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ભારતમાં દર 10 વર્ષમાં એક નવું પગાર પંચ લાગુ થાય છે, દેશમાં પ્રથમ પગાર પંચની રચના વર્ષ 1946માં કરવામાં આવી હતી. આવો હવે તમને જણાવીએ કયા સરકારી કર્મચારીઓ પર આઠમું પગાર પંચ લાગુ થશે નહીં.
વાસ્તવમાં, જે કર્મચારીઓ જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ) અથવા કોઈપણ સ્વાયત્ત સંસ્થાના કર્મચારી છે અથવા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ છે, તેઓ પગાર પંચના દાયરાની બહાર છે. એટલે કે આ લોકોને પગાર પંચ લાગુ પડતું નથી. તેમના પગાર અને ભથ્થાના નિયમો અલગ છે. આ જ કારણ છે કે આ લોકોને 8મું પગાર પંચ લાગુ નહીં પડે.
આ પણ વાંચોઃ સાંસદોની બલ્લે-બલ્લે, વધી ગયો પગાર, પૂર્વ સાંસદોના પેન્શનમાં પણ મોટો વધારો
આઠમાં પગાર પંચમાં કઈ રીતે વધશે પગાર?
આઠમાં પગાર પંચમાં પગાર વધારો ફિટમેન્ટ ફેક્ટર અને ભથ્થાના આધારે થશે. રિપોર્ટ્સ પ્રમાણે આઠમાં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.92થી 2.86 વચ્ચે રહી શકે છે. એટલે કે કર્મચારીઓનો બેસિક પગાર 18000 રૂપિયાથી વધી 51000 રૂપિયા થઈ જશે. પરંતુ હજુ તે નક્કી થયું નથી કે આઠમાં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર શું હશે.
શું હોય છે ફિટમેન્ટ ફેક્ટર?
ફિટમેન્ટ ફેક્ટર એક મલ્ટીપ્લાયર હોય છે, જેનો ઉપયોગ સર9કારી કર્મચારીઓના પગાર અને પેન્શનને સંશોધિત કરવા માટે કરવામાં આવે છે. તેમાં વર્તમાન બેસિક સેલેરી પર લાગૂ કરવામાં આવે છે અને તેના આધાર પર નવા વેતનની ગણના કરવામાં આવે છે.
તેને આ રીતે સમજો કે ફિટમેન્ટ ફેક્ટરની સીધી અસર કર્મચારીઓના બેઝિક પગાર પર પડે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર રૂ. 15,500 છે અને ફિટમેન્ટ ફેક્ટર 2.57 છે, તો તેનો કુલ પગાર રૂ. 15,500 × 2.57 = રૂ. 39,835 થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે