પૂર્વ ખેલાડી સંજય બાંગરનું નામ ક્રિકેટ પ્રેમીએ માટે અજાણ્યું નથી. સંજય બાંગરના પુત્રએ થોડા સમય પહલા જેન્ડર ચેન્જ કરાવી અને અનાયા બાંગર બની જે હવે ઈંગ્લેન્ડમાં રહે છે. અનાયાએ થોડા વર્ષો પહેલા ઈંગ્લેન્ડમાં જ પોતાની જેન્ડર ચેન્જ કરાવી હતી. અનાયાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન ચોંકાવનારો દાવો કર્યો છે. અનાયાએ કહ્યું કે કેટલાક ક્રિકેટરોએ તેને ન્યૂડ ફોટા મોકલ્યા હતા અને એક પૂર્વ ક્રિકેટર તો એવો પણ હતો જે મારી સાથે સૂવા માંગતો હતો. અત્રે જણાવવાનું કે પૂર્વ ક્રિકેટર સંજય બાંગર હાલ આઈપીએલ 2025માં કમેન્ટ્રી કરે છે. પરંતુ આ બધા વચ્ચે દીકરી અનાયાએ ચોંકાવનારો આરોપ લગાવ્યો છે.
લંડનમાં થોડો સમય રહ્યા બાદ અનાયા ભારત પાછી ફરી છે અને અહીં આવીને તેણે એક ઈન્ટરવ્યુમાં મોટા ખુલાસા કર્યા છે. અનાયાએ જણાવ્યું કે એક પ્રમુખ ભારતીય ક્રિકેટર તેની સાથે સંબંધ બનાવવાની વાત કરતો હતો. જ્યારે કેટલાક ખેલાડીઓ તેને ગંદી તસવીરો મોકલતા હતા. અનાયાને ઈન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યું કે તને ક્યારે એવું લાગ્યું કે તું ખોટી જેન્ડરમાં છે. જેના પર અનાયાએ કહ્યું કે જ્યારે હું આઠ નવ વર્ષની હતી ત્યારે માતાના કબાટમાંથી કપડાં ચોરીને પહેરતી હતી. પછી અરીસામાં જોતી હતી કે હું છોકરી છું અને મારે છોકરી બનવું છે. મે મુશીર ખાન, સરફરાઝ ખાન, યશસ્વી જયસ્વાલ જેવા કેટલાક ક્રિકેટરો સાથે ક્રિકેટ રમી છે. મારે મારી વાત ખાનગી રાખવી પડી કારણ કે મારા પપ્પા એક ક્રિકેટર હતા.
અનાયાએ વધુમાં કહ્યું કે છોકરી બન્યા બાદ મને સમર્થન પણ મળ્યું અને ઉત્પીડન પણ થયું છે. કેટલાક ક્રિકેટરો એવા પણ હતા જેમણે મને પોતાના ગંદા ફોટા મોકલ્યા. હું ભારતમાં હતી ત્યારે પણ એક ઘટના ઘટી હતી. મે એક જૂના ક્રિકેટરને મારી સ્થિતિ વિશે જણાવ્યું, તેણે મને કહ્યું કે ચલ કારમાં જઈએ, હું તારી સાથે સૂવા માંગુ છું. અનાયાએ એમ પણ કહ્યું કે કેટલાક ક્રિકેટરો બધાની સામે ગાળો પણ બોલતા હતા અને પછી મારી તસવીરો માંગતા હતા.
અનાયાએ કહ્યું કે જ્યારે તેણે પોતાની જેન્ડર ચેન્જ કરાવી તો પિતાએ કહ્યું કે હવે તારે ક્રિકેટ છોડી દેવું જોઈએ કારણ કે હવે ક્રિકેટમાં તેની કોઈ જગ્યા નથી રહી. અનાયાએ કહ્યું કે તેને દુખ છે કે મહિલા ક્રિકેટમાં ટ્રાન્સજેન્ડર્સ માટે કોઈ જગ્યા નથી. જ્યારે તેનું ટેસ્ટોસ્ટેરોન લેવલ એક સામાન્ય છોકરી જેટલું છે. અનાયા ઈચ્છે છે કે મહિલા ક્રિકેટમાં રમવાની મંજૂરી મળવી જોઈએ.
અત્રે જણાવવાનું કે અનાયા બંગર એક ક્રિકેટર રહી ચૂકી છે. તેણે સ્થાનિક ક્લબ ક્રિકેટમાં ઈસ્લામ જિમખાનાનું પ્રતિનિધિત્વ કર્યું છે. નવેમ્બર 2023માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ કહ્યું કે ટ્રાન્સજેન્ડર એથલિટ્સને મહિલા ક્રિકેટમાં ભાગ લેવાની મંજૂરી મળશે નહીં. આથી હવે ભવિષ્યમાં અનાયા ઈન્ટરનેશનલ ક્રિકેટ રમતી જોવા મળે તેવી શક્યતા ઓછી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે