Home> Sports
Advertisement
Prev
Next

LSG vs PBKS : જેનો ડર હતો એ જ થયું...હાર બાદ ગોએન્કાએ પંત પર ઠાલવ્યો ગુસ્સો, સોશિયલ મીડિયા પર Photos વાયરલ

LSG vs PBKS : લખનૌ સુપરજાયન્ટ્સે રિષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા, પરંતુ તેનું અત્યાર સુધીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. વિકેટકીપર રિષભ પંતની બેટિંગ અને કેપ્ટન્સી બંનેની ટીકા થઈ રહી છે. જ્યારે લખનૌ પંજાબ કિંગ્સ સામે હારી ત્યારે ટીમના માલિક સંજીવ ગોયન્કા ગુસ્સામાં જોવા મળ્યા હતા.

LSG vs PBKS : જેનો ડર હતો એ જ થયું...હાર બાદ ગોએન્કાએ પંત પર ઠાલવ્યો ગુસ્સો, સોશિયલ મીડિયા પર Photos વાયરલ

LSG vs PBKS : IPL 2025ની ત્રીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને બીજી વખત હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબે લખનૌને 8 વિકેટે હરાવ્યું હતું. આ હાર બાદ ફરી એકવાર સ્ટેડિયમમાં એ જ દ્રશ્ય જોવા મળ્યું જે ગત સિઝનમાં કેએલ રાહુલ સાથે જોવા મળ્યું હતું. કેએલ રાહુલને ગોએન્કાની નિંદાનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો, હવે લખનૌના માલિક સંજીવ ગોએન્કાના કેપ્ટન રિષભ પંત સાથેના ફોટા વાયરલ થયા છે.

fallbacks

પંત સતત ફ્લોપ 

IPL 2025ની હરાજીમાં લખનૌની ટીમે રિષભ પંત પર ઘણા પૈસા ખર્ચ્યા હતા. ગોએન્કાએ પંત પર રૂપિયા 27.75 કરોડની બોલી લગાવી હતી. પરંતુ તેમના પૈસા વસૂલ થાય તેમ લાગતું નથી. પંત અત્યાર સુધીની ત્રણેય મેચોમાં ફ્લોપ જોવા મળ્યો છે. પંજાબ સામેની હાર બાદ ગોયન્કા કેપ્ટન પંત સાથે વાત કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર બંનેના ફોટો પર ફેન્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપતા જોવા મળ્યા હતા.

 

IPL 2024માં લખનૌની ટીમને એકાના સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ગોએન્કાએ કેએલ રાહુલને ઠપકો આપ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ ગયો હતો. ગોએન્કાના આ પગલાની ક્રિકેટના ઘણા મહાનુભાવોએ ટીકા પણ કરી હતી. ત્યારથી આજદિન સુધી તે રડાર પર છે.

 

શ્રેયસ અય્યરની ટીમનો એકતરફી વિજય

શ્રેયસ અય્યરની કપ્તાનીવાળી પંજાબ કિંગ્સે લખનૌને એકતરફી રીતે હરાવ્યું હતું. અય્યરે શાનદાર અડધી સદી ફટકારી હતી. આ સાથે જ પ્રભસિમરન સિંહ અને નેહલ વાઢેરાએ પણ તોફાની ઇનિંગ્સ રમી હતી. પંજાબ કિંગ્સે લખનૌને 8 વિકેટે હરાવીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર કબજો જમાવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More