IND vs ENG Playing XI : ભારત સામેની બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને આ ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, શાર્દુલ ઠાકુર પણ પ્લેઇંગ-11નો ભાગ નથી. ટીમ ઇન્ડિયા બે સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી છે.
ટીમ ઈન્ડિયા આ મેચમાં 3 મોટા ફેરફારો સાથે ઉતરી છે. જસપ્રીત બુમરાહ, સાઈ સુદર્શન અને શાર્દુલ ઠાકુરને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યા છે. આ ત્રણ ખેલાડીઓની જગ્યાએ વોશિંગ્ટન સુંદર, નીતિશ રેડ્ડી અને આકાશ દીપને તક મળી છે.
ગુજરાતના આંગણે મોટો અવસર...ભારતે ઓલિમ્પિક 2036ની યજમાની માટે કર્યો દાવો
બુમરાહનું સ્થાન કોણે લીધું ?
સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને 5 માંથી માત્ર 3 ટેસ્ટ રમવાની છે. બીજી ટેસ્ટ પહેલા છેલ્લી ક્ષણ સુધી તેના રમવા વિશે શંકા હતી. આખરે તેને આ ટેસ્ટમાં આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના સ્થાને આકાશ દીપનો સમાવેશ કરવામાં આવ્યો છે. આકાશ દીપ બોલિંગ તેમજ બેટિંગમાં ટીમ ઇન્ડિયા માટે અસરકારક સાબિત થઈ શકે છે.
શાર્દુલ પણ આઉટ
છેલ્લી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને 5 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર અપેક્ષાઓ પર ખરો ઉતર્યો નહોતો. તે બેટિંગમાં પણ નિષ્ફળ ગયો અને બોલિંગમાં માત્ર 2 વિકેટ લેવામાં સફળ રહ્યો. તેના સ્થાને નીતિશ કુમાર રેડ્ડીને આ મેચ માટે તક મળી છે. રેડ્ડીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર શાનદાર સદી ફટકારી હતી. બેટિંગને ધ્યાનમાં રાખીને વોશિંગ્ટન સુંદરને પણ તક મળી છે.
બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન
ભારત - યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ, પ્રસિધ્ધ કૃષ્ણા.
ઇંગ્લેન્ડ - જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ, શોએબ બશીર.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે