Shikhar Dhawan : શિખર ધવન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે, જોકે ધવનને ખબર નહોતી કે તેણે આટલી જલ્દી ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવી પડશે. કારકિર્દીની શરૂઆતમાં ધવનનું પ્રદર્શન બહુ સારું નહોતું, પરંતુ 2013માં તેની કારકિર્દીએ એક નવો વળાંક લીધો અને દુનિયાએ ધવનને ઓળખી કાઢ્યો. તેની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ ધવને ઓસ્ટ્રેલિયા સામે શાનદાર સદી ફટકારી અને સાબિત કર્યું કે તે લાંબા સમય સુધી ભારત માટે ઓપનિંગ કરશે. ધવને લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા ભજવી હતી, પરંતુ પછી તેની કારકિર્દી વહેલી ખતમ થઈ ગઈ. હવે ધવને પોતે જણાવ્યું કે તે 2 ખેલાડીઓ કોણ છે જેના કારણે તેની કારકિર્દી વહેલી સમાપ્ત થઈ ?
ધવનની કારકિર્દી કયા ખેલાડીઓને કારણે સમાપ્ત થઈ ?
તાજેતરમાં, એક ઈન્ટરવ્યુમાં શિખર ધવને કહ્યું, "જ્યારે ઈશાન કિશને બેવડી સદી ફટકારી, ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી કારકિર્દી હવે સમાપ્ત થવાની છે. આ પછી ધવનને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો અને પછી તેણે કોઈને ફોન કર્યો નહીં. જોકે, કેટલાક સાથી ખેલાડીઓએ તેની સાથે વાત કરી અને તેને ટેકો આપ્યો. હું આ વિશે બિલકુલ નિરાશ નહોતો અને હું તેનો આનંદ માણી રહ્યો હતો."
મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, પૂર્વ પત્નીને ભરણપોષણ પેટે ચૂકવવા પડશે લાખો રૂપિયા
ધવને કહ્યું, "શુભમન ગિલ તે સમયે ત્રણેય ફોર્મેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો હતો, જ્યારે હું માત્ર ODI ટીમમાં હતો. પછી મને સમજાયું કે હવે મારી કારકિર્દી વધુ સમય સુધી ચાલવાની નથી." ધવન માટે ODI ફોર્મેટ શ્રેષ્ઠ હતું. ધવન 2013 ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ હતો. આ પછી, તેણે ODI વર્લ્ડ કપ 2015 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં સૌથી વધુ રન બનાવ્યા.
ધવનનું કરિયર શાનદાર રહ્યું
શિખર ધવનનું કરિયર ખૂબ જ શાનદાર હતું. તેણે ટીમ ઈન્ડિયા માટે 34 ટેસ્ટ, 167 વનડે અને 68 T20 મેચ રમી હતી. 34 ટેસ્ટ મેચની 58 ઇનિંગ્સમાં બેટિંગ કરતા ધવને 2315 રન બનાવ્યા હતા. જેમાં 7 સદી અને 5 અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ધવને વનડેમાં 6793 રન બનાવ્યા હતા, જેમાં 17 સદી અને 39 અડધી સદીનો સમાવેશ થાય છે. ધવને T20માં 1759 રન બનાવ્યા હતા, જેમાં 11 અડધી સદીનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે