Shubman Gill : ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડમાં છે. ભારત લંડનના લોર્ડ્સમાં ત્રીજી ટેસ્ટ રમી રહ્યું છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે એક ચેરિટી ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ગિલ અને સારા તેંડુલકર વચ્ચે આઈ કોન્ટેક્ટ થયો હતો અને તે તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી. ત્યારબાદ આ જ ઇવેન્ટમાં જાડેજા અને કેએલ રાહુલ સારાને લઈને શુભમન ગિલને ચીડવતા જોવા મળે છે. જેનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો.
રંગે હાથ પકડાયો ગિલ
આ કાર્યક્રમમાં પૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર પણ હાજર હતા. તેઓ તેમની પત્ની અંજલિ અને પુત્રી સારા સાથે આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જ્યારે સ્ટેજ પર કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે ગિલ સચિનના પરિવાર તરફ જોઈ રહ્યો હતો જ્યાં સારા પણ હાજર હતી. આ દરમિયાન અંજલિએ ગિલને જોયો. પછી તેણે સચિનને સ્ટેજ પર જવાનો ઈશારો પણ કર્યો. આ પછી પણ ગિલ ત્યાં જોઈ રહ્યો હતો. પછી અંજલિની નજર ફરીથી ગિલ તરફ ગઈ અને જાડેજાએ પણ આ જોયું. પછી જાડેજા ગિલ તરફ ફરીને જોરથી હસવા લાગ્યો.
The way Jadeja was teasing Shubman Gill over Sara Tendulkar…😭😂 pic.twitter.com/xrAhc5jIjX
— Ayush 🚩 (@itsayushyar) July 11, 2025
જાડેજાએ ગિલની મજાક ઉડાવી
વાઈરલ વીડિયોમાં, જોઈ શકાય છે કે શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ સાથે બેઠા છે. પછી તાળીઓના ગડગડાટ વચ્ચે, કેમેરા અંજલિ તેંડુલકર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને અહીંથી રમુજી ક્ષણ શરૂ થાય છે. જાડેજા તરત જ ગિલ તરફ જુએ છે અને તેને હળવેથી ચીડવે છે, જેના પર કેએલ રાહુલ હસે છે અને રિષભ પંત હસતા અને જાડેજાને પીઠ પર મારતા જોવા મળે છે.
ગિલ-સારાનો વીડિયો ચર્ચામાં હતો
અગાઉ પણ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ગિલ એન્ટ્રી કરે છે અને સારા તેંડુલકર તેની તરફ જુએ છે. પરંતુ શુભમન કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના આગળ વધે છે. બીજી એક ક્લિપમાં, સારા ટીમ ઈન્ડિયાનો વીડિયો રેકોર્ડ કરતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર બંનેની મિત્રતાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે, જોકે આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે