Lionel Messi on Retirement: ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સ સામેની ફાઈનલ મેચમાં મેસ્સીએ એ સાબિત કર્યું કે કેમ તે દુનિયાભરમાં સૌથી શ્રેષ્ઠ ફૂટબોલ પ્લેયર ગણાય છે. પોતાની સુજબુજથી મેસ્સી ટીમ સાથે મળીને ટીમને વિશ્વ વિજેતા બનાવી. જોકે, જીત બાદ મેસ્સીએ ચાહકોને વધુ એક ખુશખબર આપી. ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાની જીત બાદ બેલોન ડી’ઓર વિજેતા લિયોનેલ મેસ્સીએ ફરીથી નિવૃત્તિ અંગેનો પોતાનો વિચાર બદલી નાખ્યો છે. મેસ્સીએ કહ્યું કે, તે હજુ પણ વિશ્વ ચેમ્પિયન તરીકે થોડી વધુ મેચ રમવા માગે છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મેસ્સીએ કહ્યું હતું કે કતારમાં આ ટૂર્નામેન્ટ તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે અને આ ફાઈનલ તેના ઇન્ટરનેશનલ કરિયરની છેલ્લી મેચ હશે.
🏆 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🏆 pic.twitter.com/L2QO9h85hf
— FIFA World Cup (@FIFAWorldCup) December 18, 2022
આર્જેન્ટિનાએ ફ્રાન્સને શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું હતું:
લિયોનેલ મેસીની આર્જેન્ટિનાએ વર્લ્ડ કપની સૌથી રોમાંચક મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાંસને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવીને ત્રીજી વખત વર્લ્ડ કપ જીત્યો હતો. ફ્રાન્સના 10મા નંબરના Mbappeએ આ મેચમાં ગોલની હેટ્રિક નોંધાવી હતી, પરંતુ ફાઇનલમાં સપનું આર્જેન્ટીનાના 10મા નંબરના મેસીના બે ગોલથી પૂરું થયું હતું. પોતાના છેલ્લા વર્લ્ડ કપમાં મેસીએ આર્જેન્ટિનાને 36 વર્ષ બાદ વર્લ્ડ કપ ટ્રોફી અપાવવાનું સપનું પૂરું કર્યું હતું.
વર્લ્ડ ચેમ્પિયન તરીકે રમવા માગે છે:
આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ અંગે મેસીના વિચારો બદલાઈ ગયા છે. તેણે કહ્યું કે, “હું આ ટ્રોફી આર્જેન્ટિનાને લઈ જવા માગુ છું અને બીજા બધા સાથે તેનો આનંદ માણવા માગુ છું. હું અત્યારે વર્લ્ડ ચેમ્પિયન તરીકે રમવા માગુ છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે