Thisara Perera : શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર થિસારા પરેરાએ 15 માર્ચે ઉદયપુરમાં શ્રીલંકા લાયન્સ અને અફઘાનિસ્તાન પઠાણ વચ્ચે એશિયન લિજેન્ડ્સ લીગ 2025ની એલિમિનેટર દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. થિસારા પરેરાએ સ્પિનર અયાન ખાને ફેંકેલી 20મી ઓવરમાં છ સિક્સર ફટકારી હતી. તેણે એક ઓવરમાં છ છગ્ગા ફટકારીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી હતી. દિગ્ગજ ઓલરાઉન્ડરે માત્ર 36 બોલમાં 108 રન બનાવ્યા હતા. યુવરાજ સિંહ, હર્ષલ ગિબ્સ, કિરોન પોલાર્ડ અને રવિ શાસ્ત્રી એવા કેટલાક દિગ્ગજ ક્રિકેટરો છે જેમણે ક્રિકેટમાં એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા છે.
મુંબઈએ શરણાગતિ સ્વીકારી લીધી હતી...દિલ્હીના બેટ્સમેનની એક ભૂલ અને હાથમાંથી ગઈ ટ્રોફી
ઇનિંગમાં 13 સિક્સર ફટકારી
પોતાની ઇનિંગ્સ દરમિયાન પરેરાએ 13 છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલીવાર નથી જ્યારે 35 વર્ષીય ખેલાડીએ પ્રોફેશનલ ક્રિકેટમાં એક ઓવરમાં છ સિક્સર ફટકારી હોય. પરેરાએ 2021માં શ્રીલંકા ક્રિકેટની મેજર ક્લબ ટુર્નામેન્ટમાં બ્લૂમફિલ્ડ ક્રિકેટ અને એથ્લેટિક ક્લબ સામે આર્મી સ્પોર્ટ્સ ક્રિકેટ ક્લબ માટે છ છગ્ગા ફટકાર્યા હતા. આ ટુર્નામેન્ટ શ્રીલંકામાં લિસ્ટ-એ ટુર્નામેન્ટ છે.
Skipper on duty 🤩
Thisara Perera's blistering 108* off 36 balls helped Sri Lankan Lions to put 230 on board 🔥#MPMSCAsianLegendsLeague pic.twitter.com/cE3Zw9rQJq
— FanCode (@FanCode) March 15, 2025
શ્રીલંકાએ 200થી વધુ રન બનાવ્યા
6 બોલમાં 6 છગ્ગાએ થિસારા પરેરાને બેટિંગમાં તેના જૂના ફોર્મની યાદ અપાવી. તેણે જે રીતે એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા તે તેના ચાહકો માટે ખૂબ જ ખુશીનો પ્રસંગ છે અને તેના ચાહકો આ ઇનિંગને લાંબા સમય સુધી યાદ રાખશે. લંકાની ટીમે અફઘાન સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરેરા ઉપરાંત બેટ્સમેન મેવાન ફર્નાન્ડોએ પણ અડધી સદી ફટકારી હતી. આ બંનેની ઇનિંગ્સે શ્રીલંકાની ટીમને 20 ઓવરમાં 230/3ના વિશાળ સ્કોર સુધી પહોંચાડી દીધી હતી.
2021માં નિવૃત્તિ લીધી હતી
થિસારા પરેરાએ 2009માં ભારત સામેની ODI મેચમાં શ્રીલંકા તરફથી આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. તેણે 14 બોલમાં 31 રન બનાવ્યા હતા. જોકે, તેની ટીમ તે મેચ હારી ગઈ હતી. થિસારા પરેરાએ છ ટેસ્ટ, 186 વનડે અને 84 ટી20 મેચ રમી છે. તેણે ત્રણેય ફોર્મેટમાં 3148 રન બનાવ્યા છે અને 237 વિકેટ પણ લીધી છે. તેણે મે 2021માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે