Home> Technology
Advertisement
Prev
Next

15 રૂપિયામાં 60 કિમી દોડશે આ સ્કૂટર , OLAને મળશે જબરદસ્ત ટક્કર

OLA ને કડકવટક્કર આપવા માટે Zelio ઈલેક્ટ્રિક મોબિલિટીએ તેનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર લિટલ ગ્રેસી માર્કેટમાં લૉન્ચ કર્યું છે. આ સ્કૂટરની કિંમત 49,500 રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.
 

15 રૂપિયામાં 60 કિમી દોડશે આ સ્કૂટર , OLAને મળશે જબરદસ્ત ટક્કર

આ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં કંપનીએ 1.5kWની ઇલેક્ટ્રિક મોટર આપી છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 25 કિ.મી પ્રતિ કલાક છે. આ સ્કૂટર ફુલ ચાર્જ પર 55km થી 75kmની રેન્જ આપી શકે છે. કંપનીનું કહેવું છે કે આ સ્કૂટર પર 150 કિલો સુધીનું વજન લોડ કરી શકાય છે. તેના પર બે લોકો સરળતાથી બેસી શકે છે. તેમાં 60V/30AH ક્ષમતાનું લિથિયમ-આયન બેટરી પેક આપવામાં આવી છે.

fallbacks

15 રૂપિયામાં 60 કિમી દોડશે
કંપનીએ કહ્યું કે આ ઇલેક્ટ્રિક સ્કૂટરની રનિંગ કોસ્ટ પ્રતિ કિ.મી માત્ર 25 પૈસા છે. તેની બેટરી તેને સંપૂર્ણ ચાર્જ કરવા માટે માત્ર 1.5 યુનિટ વીજળી વાપરે છે. આ સ્કૂટરથી તમે માત્ર 15 રૂપિયા ખર્ચીને 60 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકો છો. આ આગામી સસ્તું સ્કૂટરમાંથી એક બની શકે છે.

ફીચર્સની વાત કરીએ તો આ સ્કૂટરની ડિઝાઇન સારી છે. તેમાં યુએસબી ચાર્જિંગ પોર્ટ, સેન્ટ્રલ લોક અને એન્ટી થેફ્ટ એલાર્મની સાથે ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ કન્સોલ જેવા ફીચર્સ છે. એટલું જ નહીં, તેમાં રિવર્સ મોડ અને પાર્કિંગ સ્વિચની સુવિધા છે. લિટિલ ગ્રેસી સ્કૂટર યુવાનોને સૌથી વધુ પસંદ આવી શકે છે. રોજિંદા ઉપયોગ માટે આ એક સારું સ્કૂટર સાબિત થઈ શકે છે.

સારી સવારી માટે આ સ્કૂટરમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં શોક એબ્સોર્બર સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 10 ઇંચના વ્હીલ્સ લાગેલા છે. પરંતુ બ્રેકિંગ માટે તેમાં માત્ર ડ્રમ બ્રેકની સુવિધા હશે, ડિસ્ક બ્રેકનો અભાવ છે.

OLA Gig સાથે કરશે સ્પર્ધા 
Zelio Little Gracy ઇલેક્ટ્રિક સ્કૂટર OLA Gig સાથે સીધી સ્પર્ધા કરશે. OLA ના આ સ્કૂટરમાં 1.5kWh બેટરી પેક આપવામાં આવી છે, જેની રેન્જ 112 છે અને તેની ટોપ સ્પીડ 25kmph છે. તેમાં 250W મોટર અને સિંગલ બેટરી છે. આ સ્કૂટરની કિંમત 39,999 રૂપિયા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More