Sunil Gavaskar : 1978-79માં વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર 732 રન બનાવ્યા હતા. 1978-79માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં સુનીલ ગાવસ્કરે 205, 73, 0, 107, 182*, 4, 1, 120, 40 રન બનાવ્યા હતા. જેમાં 4 સદીનો પણ સમાવેશ થાય છે. ભારતે આ 6 મેચની શ્રેણી 1-0થી જીતી હતી. તેમ છતાં સુનીલ ગાવસ્કર કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યા હતા અને આ શ્રેણી પછી ગાવસ્કરના સ્થાને એસ. વેંકટરાઘવનને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.
BCCIએ કેપ્ટનશીપ પરથી હટાવ્યા
સુનીલ ગાવસ્કરે એક વખત અંગ્રેજી અખબાર મિડ-ડેમાં પોતાની કોલમમાં લખ્યું હતું કે, 'વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણી જીત્યા પછી પણ મને કેપ્ટનશીપ પરથી હટાવી દેવામાં આવ્યો હતો, ભલે મેં આ શ્રેણીમાં 700 થી વધુ રન બનાવ્યા હતા. મને હજુ પણ આનું કારણ ખબર નથી, પરંતુ કદાચ હું તે સમયે કેરી પેકરના વર્લ્ડ સિરીઝ ક્રિકેટમાં જોડાવા માટે તૈયાર હતો. એટલા માટે મને હટાવવામાં આવ્યો હતો. પસંદગી પહેલાં, મેં BCCI સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને કહ્યું હતું કે હું કોના પ્રત્યે વફાદાર છું.'
વિરાટ કોહલીને જવું પડશે જેલ ? બેંગલુરુમાં ભાગદોડ કેસમાં પોલીસ ફરિયાદ દાખલ
આખો મામલો શું હતો ?
ગાવસ્કરે જણાવ્યું હતું કે તેમણે બિશનસિંહ બેદીને ટીમમાં રાખવા માટે પસંદગીકારોને કેવી રીતે રાજી કર્યા. ગાવસ્કરે કહ્યું, 'સમિતિએ નક્કી કર્યું હતું કે તેઓ ત્રણ મેચ પછી બેદીને હટાવશે. જ્યારે મેં પાકિસ્તાન શ્રેણી પછી કેપ્ટન તરીકે તેમનું સ્થાન લીધું ત્યારે સમિતિ તેમને હટાવવા માંગતી હતી. મેં કહ્યું હતું કે તે હજુ પણ દેશના શ્રેષ્ઠ ડાબોડી સ્પિનર છે અને તેથી જ તેઓએ તેમને પ્રથમ ટેસ્ટ મેચમાં તક આપી.'
સુનીલ ગાવસ્કરના રેકોર્ડ્સ
સુનીલ ગાવસ્કરે પોતાની કારકિર્દીમાં 125 ટેસ્ટ મેચોમાં 10,122 રન બનાવ્યા હતા, જેમાં 34 સદી અને 45 અડધી સદીનો સમાવેશ થાય છે. તો 108 વન ડેમાં 3092 રન બનાવ્યા હતા. સુનીલ ગાવસ્કર દુનિયાના એકમાત્ર બેટ્સમેન છે જેમણે ટેસ્ટ ક્રિકેટની ચારેય ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારી છે. સુનીલ ગાવસ્કરના નામે ટેસ્ટ ક્રિકેટની પહેલી ઇનિંગ્સમાં 205 રન, બીજી ઇનિંગ્સમાં અણનમ 236, ત્રીજી ઇનિંગ્સમાં 220 રન અને ચોથી ઇનિંગ્સમાં 221 રન બનાવવાનો રેકોર્ડ છે. 41 વર્ષ પછી પણ દુનિયાનો કોઈ બેટ્સમેન સુનીલ ગાવસ્કરના આ રેકોર્ડને તોડી શક્યો નથી. સુનીલ ગાવસ્કરે 1971થી 1983 દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. સુનીલ ગાવસ્કરે વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલી, બીજી અને ત્રીજી ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારી હતી. જ્યારે, તેણે ઇંગ્લેન્ડ સામે ચોથી ઇનિંગમાં બેવડી સદી ફટકારી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે