Home> Sports
Advertisement
Prev
Next

સુનીલ ગાવસ્કરથી ધોની સુધી...આ 11 ભારતીયોને અત્યાર સુધી ICC હોલ ઓફ ફેમમાં મળ્યું સ્થાન

ICC Hall of Fame 2025 : ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 9 જૂને ICC હોલ ઓફ ફેમમાં સામેલ થયો. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા આ વિશેષ સન્માન મેળવનાર 11મો ભારતીય ખેલાડી બન્યો છે. 

સુનીલ ગાવસ્કરથી ધોની સુધી...આ 11 ભારતીયોને અત્યાર સુધી ICC હોલ ઓફ ફેમમાં મળ્યું સ્થાન

ICC Hall of Fame 2025 : ICC દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ICC હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સન્માન મેળવનાર ધોની 11મો ભારતીય ખેલાડી બન્યો છે. ધોની ઉપરાંત 2025માં 6 અન્ય ખેલાડીઓને પણ આ સન્માન આપવામાં આવ્યું છે. દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથ, બેટ્સમેન હાશિમ અમલા, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર મેથ્યુ હેડન, ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ડેનિયલ વિટોરી, પાકિસ્તાન મહિલા ક્રિકેટર સના મીર અને ઇંગ્લેન્ડની સારાહ ટેલરને હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે.

fallbacks

ધોનીની કારકિર્દી

ધોની 23 ડિસેમ્બર, 2004થી 10 જુલાઈ, 2019 સુધી ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો. તેણે 15 ઓગસ્ટ 2020ના રોજ નિવૃત્તિની જાહેરાત કરી હતી. ધોનીએ 90 ટેસ્ટ, 347 ODI અને 98 T20માં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે 2007માં એશિયા XI માટે ત્રણ ODI પણ રમી હતી.

વેસ્ટ ઈન્ડિઝના આ વિસ્ફોટક બેટ્સમેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા, ચાહકો....

ICC હોલ ઓફ ફેમમાં સામેલ થયેલા 11 ભારતીય ખેલાડીઓ 

બિશન સિંહ બેદી : દિગ્ગજ સ્પિનર ​​અને ભૂતપૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીનો 2009માં ICC હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. બેદીનું 2023માં અવસાન થયું. તેમણે ટીમ ઈન્ડિયા માટે 67 ટેસ્ટ અને 10 ODI રમ્યા અને અનુક્રમે 266 અને 7 બેટ્સમેનોને આઉટ કર્યા. આ ઉપરાંત ટેસ્ટમાં 656 રન અને ODIમાં 31 રન બનાવ્યા.

સુનીલ ગાવસ્કર : ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન બનાવનારા પ્રથમ બેટ્સમેન સુનીલ ગાવસ્કરને પણ 2009માં ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. ગાવસ્કરે ભારત માટે 122 ટેસ્ટ અને 108 વનડે રમ્યા હતા અને અનુક્રમે 10,122 અને 3,092 રન બનાવ્યા હતા. આ ઉપરાંત, તેમણે ટેસ્ટ અને વનડે બંનેમાં એક-એક વિકેટ લીધી હતી.

કપિલ દેવ : મહાન ઓલરાઉન્ડર કપિલ દેવે 1983ના વનડે વર્લ્ડ કપમાં ભારતને વિજય અપાવ્યો હતો. તેમને 2009માં ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. કપિલ દેવે ઓક્ટોબર 978થી ઓક્ટોબર 1994 સુધી ભારત માટે 131 ટેસ્ટ અને 225 વનડે રમ્યા હતા અને ટેસ્ટમાં 434 વિકેટ અને વનડેમાં 253 વિકેટ લીધી હતી. તેમણે બેટથી પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. આ ઓલરાઉન્ડરે ટેસ્ટમાં 5248 રન અને વનડેમાં 3783 રન બનાવ્યા હતા.

અનિલ કુંબલે : અનિલ કુંબલે ભારત માટે ટેસ્ટ, વનડે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેમને 2015માં ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેઓ 132 ટેસ્ટ અને 271 વનડે રમ્યા હતા. ટેસ્ટમાં 619 વિકેટ અને વનડેમાં 337 વિકેટ લીધી હતી. બેટથી, કુંબલેએ ટેસ્ટમાં 2506 રન અને વનડેમાં 938 રન બનાવ્યા હતા.

રાહુલ દ્રવિડ : ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડને 2018માં ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. દ્રવિડે 164 ટેસ્ટમાં 13,288 રન, 344 વનડેમાં 10,889 રન અને એક T20માં 31 રન બનાવ્યા હતા.

સચિન તેંડુલકર : મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ભારત માટે 200 ટેસ્ટ, 463 ODI અને 1 T20 રમ્યા હતા. તેંડુલકરે ODIમાં 18,426 રન, ટેસ્ટ માં 15,921 રન અને T20 માં 10 રન બનાવ્યા. આ ઉપરાંત, તેમણે બધા ફોર્મેટમાં 201 વિકેટ લીધી.

વિનુ માંકડ : વિનુ માંકડને 2021માં ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. માંકડ અત્યાર સુધીના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક હતા. તેમણે 1946થી 1959 સુધી 44 ટેસ્ટ રમી હતી અને 2109 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તેમણે 162 વિકેટ પણ લીધી હતી.

ડાયના એડુલજી : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન ડાયના એડુલજીને 2023માં ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવી હતી. એડુલજીએ 20 ટેસ્ટ અને 34 ODI રમી હતી જેમાં તેમણે અનુક્રમે 404 અને 211 રન બનાવ્યા હતા. આ ઉપરાંત, તેમણે 63 અને 46 વિકેટ પણ લીધી હતી.

વીરેન્દ્ર સેહવાગ : ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગને 2023માં એડુલજી સાથે ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. સેહવાગે 104 ટેસ્ટમાં 8586 રન, 251 ODIમાં 8273 રન અને 19 T20માં 394 રન બનાવ્યા હતા. પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન સેહવાગે ભારત માટે તમામ ફોર્મેટમાં 136 વિકેટ પણ લીધી હતી.

નીતુ ડેવિડ : ભૂતપૂર્વ સ્પિનર ​​નીતુ ડેવિડને 2024માં ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમણે 10 ટેસ્ટમાં 41 વિકેટ લીધી અને 25 રન બનાવ્યા. 97 ODIમાં 141 બેટ્સમેનોને આઉટ કર્યા અને 74 રન બનાવ્યા.

મહેન્દ્ર સિંહ ધોની : ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 15 વર્ષના લાંબા કરિયર દરમિયાન 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી20 રમ્યો અને 17,000થી વધુ રન બનાવ્યા. ધોની એકમાત્ર કેપ્ટન છે જેણે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ત્રણ મોટી ટુર્નામેન્ટ જીતી છે. તેણે ભારતને 2007માં આઈસીસી ટી20 વર્લ્ડ કપ, 2011માં વનડે વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને જીત અપાવી હતી. એટલું જ નહીં, ધોનીના નેતૃત્વમાં, ટીમ ઈન્ડિયા 2009માં પહેલીવાર ICC ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More