Surat News : ગુજરાતનો નેશનલ બાસ્કેટબોલ પ્લેયર પરમવીરસિંઘ ફ્રોડ ગેંગનો સાગરીત નીકળ્યો. પરમવીર 6 વર્ષથી વધુ સમય ગુજરાત તરફથી નેશનલ રમી ચૂક્યો છે. જે ડિજિટલ અરેસ્ટ કરનાર ગેંગ માટે એકાઉન્ટ ભાડે લઈ નાણાં ટ્રાન્સફર કરતો હતો. ઘોડદોડ રોડના વૃદ્ધની ત્રણ દિવસ ડિજિટલ અરેસ્ટ કરી 16.65 લાખ પડાવ્યા. ઇન્ટરનેશનલ મેચમાં સિલેક્શન નહીં થતાં ફ્રોડ શરૂ કર્યું. નેશનલ પોર્ટલ પર આ એકાઉન્ટ વિરુદ્ધ 40 ફરિયાદ દાખલ છે. ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગના ત્રણ સાગરિતોને ઝડપી પાડ્યા છે.
ટેક્નોલોજીના યુગમાં લોકો વિવિધ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરે છે. એવામાં સાયબર ક્રાઈમને લગતી ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. આ સાયબર ક્રાઈમ હેઠળ ગુનેગારો વિવિધ ગુનાઈત પ્રવૃત્તિઓ જેવી કે ડિજિટલ ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ દ્વારા સામાન્ય નાગરિકોના લાખો રૂપિયા ખંખેરી લેતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં એક વૃદ્ધને દિલ્હી પોલીસની ખોટી ઓળખ આપી વીડિયો કોલ કરીને મની લોન્ડરિંગના કેસની ધમકી આપીને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. તેમની પાસેથી 16 લાખથી વધુ રૂપિયાની ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. હાલ આ મામલે પોલીસે ભાવનગરના ઈન્ટરનેશનલ બાસ્કેટ બોલ પ્લેયર સહિત ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે.
સુરતમાં રહેતા એક વૃદ્ધને વીડિયો કોલ કરીને દિલ્હી પોલીસની ઓળખ આપીને 2.50 કરોડ રૂપિયાના મની લોન્ડરિગનો કેસ થયાનું કહીને બે દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. આ ઉપરાંત તેમના બેંક માંથી એફ.ડી. તોડાવીને 16 લાખ 65 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ વૃદ્ધે તેમની દિકરીને કરી હતી. ત્યારબાદ તેમણે આ મામલે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધવી હતી. પોલીસે બેંક ડિટેલના આધારે તપાસ કરતા ભાવનગરમાં રહેતા 22 વર્ષીય ઈન્ટરનેશનલ બાસ્કેટ બોલ પ્લેયર પરમવીરસિંહ, 38 વર્ષીય રાજુ પરમાર અને ક્રિષ્ના કુમાર ઝડપી પાડ્યા છે.
પેટાચૂંટણીમાં પાટીલે સંભાળ્યો મોરચો, વિસાવદરમાં વનવાસ બાદ કમળ ખીલવવા કમર કસી
આરોપીના બેંક એકાઉન્ટના આધારે તપાસ કરતા સામે આવ્યું છે. તેમની સામે 18 રાજ્યોમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ સાયબર ક્રાઈમ, CBI અધિકારી, કસ્ટમ અધિકારી અથવા પોલીસ અધિકારીનો સ્વાંગ રચી લોકોને વીડિયો અથવા ઓડિયો કોલ કરતા હતા. જેમાં તે કહેતા કે, તમે કોઈ પાર્સલ વિદેશ મોકલ્યું છે અથવા વિદેશથી આવ્યું છે. જેમાં ગેરકાયદે માલસામાન, ડ્રગ્સ, નકલી પાસપોર્ટ અથવા કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુ છે. આવા કિસ્સાઓમાં ભોગ બનનારને સ્કાઇપ અથવા અન્ય વીડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ પર હાજર રહેવા મજબૂર કરી તેઓને પોતાના ઘરમાં ડિજિટલી અરેસ્ટ કરીને સમાધાન અને કેસ બંધ કરવા માટે પૈસાની માંગ કરતા હતા.
આવા કિસ્સાઓમાં ભોગ બનનાર લોકો ગભરાઈને કેસ પતાવવાનો પ્રયાસ કરે છે અને નાણા ચૂકવે છે. ઉલ્લેખનીય છે કે પરમવીરસિંહ તેની માતા અને મામા સાથે રહેતો હતો. પિતા અમદાવાદમાં અલગ રહે છે. ૧૦ વર્ષની વયથી જ તે બાસ્કેટ બોલ રમવા માંડયો હોઈ ભાવનગર શિફટ થયો હતો. ગુજરાત ઉપરાંત તે નેશનલ ટીમમાં પણ આઠ વર્ષ સુધી રમ્યો હતો. ૨૦૨૦માં ઇન્ટરનેશનલ ટીમમાં પણ સિલેક્ટ થયો હતો. પરંતુ કોરોનાને કારણે ટ્રીપ કેન્સલ થઇ હતી. ૨૦૨૪ બાદ તેનું સિલેક્શન નહિ થતાં તે બેકાર બન્યો હતો. માંડ દસમું જ ભાયો હોઇ તે ઝડપથી કમાણી કરવાના રસ્તા શોધવા લાગ્યો ના રહ્યા શોધવા લાગ્યો હતો.
ડિજિટલ અરેસ્ટનો શિકાર બનેલા વૃદ્ધના નાણાં અલગ અલગ એકાઉન્ટમાં જમા થયા હતા. મુખ્ય એકાઉન્ટ બિહારથી ઓપરેટ થતું હતું. ભાવનગરમાં જે એકાઉન્ટમાં નાણા જમા થયા હતા તે એકાઉન્ટમાં દેશના અલગ અલગ ૧૮ રાજ્યોમાંથી પણ હગાઇનો ભોગ બનેલા લોકોના નાણા જમા લેવાયા હતા જે અંગે નેશનલ સાઇબર પોર્ટલ પર ૪૦ ફરિયાદ કરાઇ હતી. સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૦૮, તમિલનાડુમાં દિલ્હી બંગાળ, ઉત્તરાખંડમાં ૦૩-૦૩, ગુજરાત સુધી, કર્ણાટક, કેરવા, હિમાચલ, ચંડીગઢ, તેલંગણામાં ૦૨-૦૨ અને રાજસ્થાન, ઓરિસ્સા બિહાર જમ્મુ એન્ડ કામોર ઝારખંડ અને મધ્યપ્રદેશમાં ૦૧-૦૧ ફરિયાદ નોંધાયા હતી પોલીસે આરોપીઓ પાસેથી એક લાખ રૂપિયા રોકડા, ૧૫ ડેબિટ કાર્ડ ૦૪ પાસબુક, ૧૧ ચેકબુક પણ કબજે કરી હતી.
વડોદરાના બહુચર્ચિત રક્ષિતકાંડમાં નવો ખુલાસો : અકસ્માત બાદ 5 સેકન્ડ સુધી કારની સ્પીડ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે