Home> Sports
Advertisement
Prev
Next

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે આવી હશે ભારતની Playing XI, ફેન્સને SHOCK આપશે આ મોટા-મોટા ફેરફાર!

ICC CT 2025: ભારતીય ટીમ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના અંતિમ લીગ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ મેચ રવિવારે દુબઈમાં રમાવાની છે. આ મુકાબલામાં ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે.
 

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે આવી હશે ભારતની Playing XI, ફેન્સને SHOCK આપશે આ મોટા-મોટા ફેરફાર!

IND vs NZ Predicted Playing 11: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બાંગ્લાદેશ અને પાકિસ્તાન પર ધમાકેદાર જીત બાદ ટીમ ઈન્ડિયા હવે ન્યૂઝીલેન્ડનો શિકાર કરવા માટે તૈયાર છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધી માત્ર એકવાર ટક્કર થઈ છે. વર્ષ 2000માં ન્યૂઝીલેન્ડે ભારતને ફાઈનલમાં 4 વિકેટે હરાજી ટાઈટલ જીત્યું હતું. આશરે 25 વર્ષ બાદ બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીમાં આમને-સામને હશે.

fallbacks

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતની Playing XI
ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ચેમ્પિયન્સ ટ્રોફીના સેમીફાઈનલમાં પહોંચી ગયા છે. બંને ટીમો આ મેચ રમીને સેમીફાઈનલની તૈયારી કરશે. ન્યૂઝીલેન્ડ સામે આ મુકાબલામાં ભારતીય ટીમની અંતિમ ઈલેવનમાં કેટલાક ફેરફાર થઈ શકે છે. આવો એક નજર કરીએ ભારત ન્યૂઝીલેન્ડ સામે કયા કોમ્બિનેશન સાથે ઉતરી શકે છે.

ઓપનિંગ કોમ્બિનેશન
પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને હેમસ્ટ્રિંગ ઈજા થઈ હતી. તેવામાં ન્યૂઝીલેન્ડ સામે રોહિત રમશે કે તે નક્કી નથી. જો રોહિત આ મેચમાં આરામ કરે તો શુભમન ગિલ ટીમની કમાન સંભાળી શકે છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ કેએલ રાહુલને ઈનિંગની શરૂઆત કરવાની જવાબદારી સોંપી શકે છે.

આ પણ વાંચોઃ ક્રિકેટ ઈતિહાસના 10 સૌથી ખરાબ ફિલ્ડર્સ, લિસ્ટમાં ભારતના 3 મહાન ખેલાડીઓ પણ સામેલ

મિડલ ઓર્ડર
ત્રીજા ક્રમે વિરાટ કોહલી બેટિંગ કરશે. વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે શાનદાર સદી ફટકારી ભારતને જીત અપાવી હતી. આ કોહલીના વનડે કરિયરની 51મી સદી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલીએ 82 સદી પૂરી કરી છે. વિરાટ કોહલી બાદ શ્રેયસ અય્યર ચોથા ક્રમે બેટિંગ કરશે. અય્યર પણ શાનદાર ફોર્મમાં છે અને તેણે પાકિસ્તાન સામે અડધી સદી ફટકારી હતી. જો રોહિત શર્મા નહીં રમે તો રિષભ પંતને તક મળી શકે છે. પંત પાંચમાં ક્રમે બેટિંગ કરી શકે છે.

હાર્દિક પંડ્યા 6 નંબર પર બેટિંગ કરવા ઉતરી શકે છે. હાર્દિક પંડ્યાની ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. બેટ અને બોલ સાથે તેની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. 

સ્પિન બોલર
અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી અને કુલદીપ યાદવને સ્પિનર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવી શકે છે. જાડેજાના સ્થાને વરૂણ ચક્રવર્તીને અજમાવવામાં આવી શકે છે.

આ હશે ફાસ્ટ બોલર
મોહમ્મદ શમી અને હર્ષિત રાણા ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળી શકે છે. ન્યૂઝીલેન્ડ સામે પણ અર્શદીપ સિંહને તક મળે તેની સંભાવના ઓછી છે. જ્યારે હાર્દિક પંડ્યા ત્રીજા ફાસ્ટ બોલરની ભૂમિકામાં જોવા મળશે. 

ન્યૂઝીલેન્ડ સામે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને હર્ષિત રાણા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More