Home> Sports
Advertisement
Prev
Next

World Cup 2019: બુમરાહ, હાર્દિક પંડ્યા સહિત આ 8 ખેલાડીઓ પ્રથમ વખત રમશે વિશ્વકપ

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી શરૂ થઈ રહેલા આઈસીસી વિશ્વ કપ-2019 માટે અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ આજે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. 
 

World Cup 2019: બુમરાહ, હાર્દિક પંડ્યા સહિત આ 8 ખેલાડીઓ પ્રથમ વખત રમશે વિશ્વકપ

મુંબઈઃ વિશ્વ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમ ત્રણ ફાસ્ટ બોલર, ત્રણ સ્પિનર અને બે ઓલરાઉન્ડર સાથે આ વિશ્વકપમાં જવાની છે. ભારતીય ટીમમાં રિષભ પંતના સ્થાને દિનેશ કાર્તિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો ટીમમાં 7 ખેલાડીઓ એવા છે જે આ પહેલા વિશ્વ કપમાં રમી ચુક્યા છે. તો 8 ખેલાડીઓ પ્રથમ વખત વિશ્વ કપમાં રમશે. કેએલ રાહુલ, વિજય શંકર, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહનો આ પહેલો વિશ્વ કપ હશે. 

fallbacks

આ 7 ખેલાડીઓ પહેલા વિશ્વ કપમાં રમી ચુક્યા છે
વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, એમએસ ધોની, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજા. 

આ 8 ખેલાડીઓ પ્રથમ વખત રમશે વિશ્વ કપ
કેએલ રાહુલ

વિજય શંકર

કેદાર જાધવ

દિનેશ કાર્તિક (2007માં ધોનીના બેકઅપ તરીકે ટીમમાં હતો પરંતુ મેચ રમવાની તક ન મળી)

યુજવેન્દ્ર ચહલ

કુલદીપ યાદવ

હાર્દિક પંડ્યા

જસપ્રીત બુમરાહ

World Cup 2019: રિષભ પંત આઉટ, દિનેશ કાર્તિક ઇન, આ છે કારણ  

વિશ્વકપ 2019 માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા. 

2015ની વિશ્વ કપ ટીમ
રવિચંદ્રન અશ્વિન, સ્ટુઅર્ટ બિન્ની, શિખર ધવન, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, ભુવનેશ્વર કુમાર, અક્ષર પટેલ, અંજ્કિય રહાણે, સુરેશ રૈના, અંબાતી રાયડૂ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, રોહિત શર્મા, ઉમેશ યાદવ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More