IPL 2025 Playoffs Predictions Video: ક્રિકેટ પ્રેમીઓમાં IPL 2025નો ઉત્સાહ ચરમસીમાએ છે. ટુર્નામેન્ટની 42 મેચો પછી, ગુજરાત ટાઇટન્સ આઠમાંથી છ મેચ જીતીને 12 (+1.104) પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ગુજરાત પછી, અન્ય ટોચની ટીમો દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઇન્ડિયન્સ છે.
આ સમાચાર લખાય ત્યાં સુધી દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પણ 12-12 પોઈન્ટ છે. પરંતુ રન રેટમાં પાછળ રહેવાને કારણે, દિલ્હીની ટીમ બીજા સ્થાને છે, જ્યારે બેંગ્લોરની ટીમ ત્રીજા સ્થાને છે. મુંબઈની ટીમ 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સના ખાતામાં પણ 10-10 પોઈન્ટ છે. પરંતુ રન રેટના આધારે મુંબઈની ટીમ આ બંને ટીમોથી આગળ છે. આવી સ્થિતિમાં, તે હાલમાં ચોથા સ્થાને છે.
અત્યાર સુધી લીગ સ્ટેજની માત્ર 42 મેચ જ પૂર્ણ થઈ છે. હજુ 28 મેચ રમવાની બાકી છે. આવી સ્થિતિમાં, ટોચના ચારના આંકડામાં ફેરફાર માટે હજુ પણ ઘણો અવકાશ છે. પરંતુ તે પહેલાં પણ, દેશ અને દુનિયાના ઘણા મહાન ક્રિકેટરોએ પ્લેઓફ માટે તેમની ચાર ટીમોની જાહેરાત કરી છે, જે નીચે મુજબ છે-
The IPL points table has seen plenty of twists this season. Here are our experts’ predictions for the final top 4 teams 🤯
What are your predictions for the 18th season? 🤔#IPLonJioStar 👉 #RCBvRR I | THU, 24th April, 6:30 PM | Live on Star Sports 1, Star Sports 1 Hindi &… pic.twitter.com/jqeMhdDQSP
— Star Sports (@StarSportsIndia) April 23, 2025
તમને જણાવી દઈએ કે પ્લેઓફ મેચો લીગ સ્ટેજ પૂર્ણ થયા પછી શરૂ થશે. પ્લેઓફની પહેલી મેચ 20 મે, બીજી 21 મે અને ત્રીજી 23 મેના રોજ રમાશે. પ્લેઓફ મેચો પૂર્ણ થયા પછી, ફાઇનલ મેચ 25 મેના રોજ રમાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે