Punjab Kings vs Mumbai Indians IPL 2025 Qualifier 2 : IPL 2025ની ક્વોલિફાયર 2 મેચમાં પંજાબ કિંગ્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સાથે થયો હતો. આ મેચમાં પહેલા બેટિંગ કરતા મુંબઈની ટીમે 203 રનનો મોટો ટાર્ગેટ બનાવ્યો હતો. જવાબમાં પંજાબની ટીમે પણ શાનદાર બેટિંગ કરી હતી. પરંતુ આ મેચમાં મુંબઈના સ્ટાર ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે ફિલ્ડિંગ દરમિયાન એટલી મોટી ભૂલ કરી કે મુંબઈના માલિક નીતા અંબાણીનો ચહેરો પણ પડી ગયો.
ટ્રેન્ટ બોલ્ટે ક્વોલિફાયર 2 દરમિયાન કેચ છોડી દીધો ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ માલિક નીતા અંબાણી નારાજ થઈ ગયા. પહેલા બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા. આ મેચમાં, એક તરફ પ્રીતિ ઝિન્ટા નાચી રહી હતી, તો બીજી તરફ નીતા અંબાણીની ચહેરા પર ચિંતા જોવા જેવી હતી.
એક સમયે પંજાબની ટીમ ફસાઈ હતી
મુંબઈ ઇન્ડિયન્સે બોલિંગમાં સારી શરૂઆત કરી. ટ્રેન્ટ બોલ્ટે પ્રભસિમરન સિંહની વિકેટ લીધી. આ વિકેટ રીસ ટોપલીના શાનદાર કેચને કારણે આવી. પરંતુ પંજાબ કિંગ્સે ટૂંક સમયમાં વાપસી કરી. જોશ ઇંગ્લિસે એક ઓવરમાં જસપ્રીત બુમરાહને 20 રન ફટકાર્યા. આનાથી પંજાબ ટીમનો મોમેન્ટમ વધ્યો. પરંતુ તે લાંબો સમય ટકી શક્યું નહીં. અશ્વિની કુમારે પ્રિયાંશ આર્યને આઉટ કર્યો. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ ઇંગ્લિસને આઉટ કરીને પંજાબનો સ્કોર 72/3 સુધી પહોંચાડ્યો.
Catch Drop of Nehal Wadhera by Trent boult
See reaction pic.twitter.com/XT7zJ4GDj3
— Matchday Masterclass (@tourwithdevendr) June 1, 2025
ટ્રેન્ટ બોલ્ટે એક સરળ કેચ છોડ્યો
આ પછી, પંજાબ કિંગ્સ માટે શ્રેયસ ઐયરે સારી બેટિંગ કરી. મુંબઈ ઇન્ડિયન્સ પાસે વધુ એક વિકેટ લેવાની તક આવી હતી. પરંતુ ટ્રેન્ટ બોલ્ટે કેચ છોડ્યો. હાર્દિક પંડ્યા 10મી ઓવર ફેંકી રહ્યો હતો. આ ઓવરનો છેલ્લો બોલ તેણે નેહલ વાઢેરાને શોર્ટ ફેંક્યો. વાઢેરાએ પુલ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ બોલ ફાઈન-લેગ તરફ ગયો. તે એક સરળ કેચ હતો. પરંતુ બોલ્ટ તેને પકડી શક્યો નહીં.
મુંબઈ ઇન્ડિયન્સે પંજાબ કિંગ્સ સામે પહેલા બેટિંગ કરી. ટીમે 20 ઓવરમાં 203 રન બનાવ્યા. રોહિત શર્મા કંઈ ખાસ કરી શક્યો નહીં. પરંતુ બાકીના બેટ્સમેનોએ ટીમને 200નો સ્કોર પાર કરવામાં મદદ કરી. સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ 44-44 રન બનાવ્યા. જોની બેયરસ્ટોએ પણ 38 રનનું યોગદાન આપ્યું. નમન ધીરે 18 બોલમાં 37 રન બનાવીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે