Home> Gujarat
Advertisement
Prev
Next

વિસાવદરમાં પાટીદારો વચ્ચે જંગ, ભાજપ-આપ બાદ કોંગ્રેસે પણ પાટીદાર ઉમેદવારને આપી ટિકિટ

Congress Candidate Declare : વિસાવદરમાં કોંગ્રેસે પોતાના પત્તા ખોલ્યા... ભાજપ અને આપની જેમ પાટીદાર ઉમેદવારને આપી ટિકિટ... નીતિન રાણપરીયાના નામની થઈ જાહેરાત 

વિસાવદરમાં પાટીદારો વચ્ચે જંગ, ભાજપ-આપ બાદ કોંગ્રેસે પણ પાટીદાર ઉમેદવારને આપી ટિકિટ

Visavdar Byelection : કડી બાદ કોંગ્રેસે બાકી રહેલી વિસાવદર બેઠક પર પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર નીતિન રાણપરીયાને ટિકિટ આપી છે. આ સાથે હવે વિસાવદર બેઠક પર પાટીદાર ઉમેદવારો વચ્ચે જંગ જામશે. 

fallbacks

નીતિન રાણપરીયા ઉમેદવાર 
વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત થઈ ગઈ છે. કોંગ્રેસે નીતિન રાણપરીયા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. નીતિન રાણપરિસા વિસાવદર ભેંસાણ વિધાનસભાના યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે. તેમજ જિલ્લા પંચાયતના પુર્વ સદસ્ય છે. આજે વિસાવદર માટે તેઓ ઉમેદવારી નોંધાવશે. 

વિસાવદરમાં કઈ પાર્ટીના કોણ ઉમેદવાર

  • ભાજપ - કિરીટ પટેલ
  • કોંગ્રેસ - નીતિન રાણપરીયા
  • આમ આદમી પાર્ટી - ગોપાલ ઈટાલિયા 
  • પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી - જાંબુડીના સરપંચ લાલજી કોટડીયા

વિસાવદરમાં પાટીદારો વચ્ચે જંગ
વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ પહેલેથી જ ગોપાલ ઈટાલિયાના નામની જાહેરાત કરી દીધી હતી. ત્યારે હવે કોંગ્રેસે પણ પાટીદાર ઉમેદવાર પર પસંદગી કરતા વિસાવદરમાં પાટીદાર વર્સિસ પાટીદારોનો જંગ જામશે. જોકે, આ વચ્ચે વિસાવદરની જનતા કોને વોટ આપશે અને કોને જીતીને વિધાનસભા મોકલશે તે તો સમય આવ્યે જ ખબર પડશે. 

કોંગ્રેસ સામે ભડાસ કાઢ્યા બાદ મેવાણીના સૂર બદલાયા, પક્ષ જેને જાહેર કરે એ મારો મિત્ર!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More