IPL : IPLના ઈતિહાસમાં એક એવી ઘણી મેચો રમાઈ છે, જેમાં છેલ્લા બોલ સુધી રોમાંચ જોવા મળે છે, આવી જ એક મેચ કે જેમાં વિકેટની હેટ્રિક અને સિક્સરની ડબલ હેટ્રિકને કારણે આ મેચ ચાહકો માટે પૈસા વસૂલ સાબિત થઈ હતી. 17મી ઓવરમાં મળેલી હેટ્રિકે મેચનું પાસું પલટી નાખ્યું હતું, પરંતુ ખરો રોમાંચ છેલ્લી ઓવરમાં જ્યારે સિક્સરની ડબલ હેટ્રિક આવી ત્યારે જોવા મળ્યો હતો.
ગુજરાતે મોટો ટાર્ગેટ આપ્યો હતો
IPL 2023ની આ મેચમાં ગુજરાતની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શુભમન ગિલે 39 રન બનાવ્યા જ્યારે સાઈ સુદર્શને 53 રન બનાવ્યા અને ટીમને મજબૂત શરૂઆત અપાવી. આ પછી વિજય શંકરની 63 રનની અણનમ ઇનિંગની મદદથી ટીમે સ્કોરબોર્ડ પર 204 રન બનાવ્યા હતા. જવાબમાં KKRએ તેના બે બેટ્સમેન સસ્તામાં ગુમાવ્યા હતા.
ગાળો આપી, મારપીટ કરી.... પૂર્વ ભારતીય ક્રિકેટર પર પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ
વેંકટેશ અય્યરે મેચમાં પ્રાણ પૂર્યા
ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા વેંકટેશ અય્યરે મેચમાં પ્રાણ ફૂંક્યા હતા. તેણે માત્ર 40 બોલમાં 83 રનની ઇનિંગ રમી હતી, જેના આધારે આ વર્ષની હરાજીમાં KKRએ તેના પર 23.75 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. નીતિશ રાણાએ 29 બોલમાં 45 રન બનાવીને મેચને જીવંત રાખી હતી, ત્યારબાદ રિંકુ સિંહ બેટિંગમાં આવ્યો અને આન્દ્રે રસેલ તેને સપોર્ટ કરી રહ્યો હતો. પરંતુ પછી જે થયું તે માનવું પણ મુશ્કેલ છે.
17મી ઓવરમાં હેટ્રિક
રાશિદ ખાન 17મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો અને તેણે એક પછી એક સતત ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેની હેટ્રિકનો શિકાર આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ અને શાર્દુલ ઠાકુર બન્યા હતા. હવે KKRની જીતની ટકાવારી 1 ટકા પણ ન હતી. પરંતુ પછીની ઓવરમાં રિંકુ સિંહે સ્ટ્રાઈક પર આવીને યશ દયાલની ઓવરમાં સતત પાંચ સિક્સર ફટકારીને મેચ પલટી નાખી અને જીત KKRની ઝોળીમાં નાખી દીધી. કોલકાતાએ આ મેચ માત્ર 1 વિકેટથી જીતી લીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે